મુસ્લિમો દેશમાં ભાડૂઆત નથી, નહી ચાલવા દઈએ મોદીની મનમાની : ઓવૈસી

420

ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન(એઆઈએમઆઈએમ)ના પ્રમુખ અને હૈદ્રાબાદથી સાંસદ તરીકે ચોથી વખત જીતનારા અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદીને જીત્યા બાદ તરત જ નિશાના પર લીધા છે.ઓવૈસીએ એક કાર્યક્રમમાં કહ્યુ હુત કે, ૩૦૦ બેઠકો જીત્યા બાદ પણ પીએમ મોદી મનમાની કરશે તો નહી ચલાવી લઈએ. મુસ્લિમો ભારતમાં ભાડૂઆત નથી પણ આ દેશમાં બરાબરના હિસ્સેદાર છે. જો કોઈ એવુ સમજતુ હોય કે હિન્દુસ્તાનના વડાપ્રધાન મનમાની કરશે તો તે નહી થઈ શકે. ઓવૈસી તમારી(પીએમ મોદી)સામે દેશના પિડિતો માટે લડશે.કારણકે હિન્દુસ્તાનને આબાદ રાખવાનુ છે.

ઓવૈસીએ કહ્યુ હતુ કે, મુસ્લિમોને દેશના ભાડૂઆત ના સમજતા. તેઓ આ દેશમાં બરાબરના હકદાર છે. બરાબરીના નાગરિક છે અને તેમને સંવિધાને આપેલા અધિકારીઓથી વંચિત નહી રાખી શકાય. ભાજપ સત્તા પર આવ્યુ છે તેનાથી મુસ્લિમોએ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે, દેશનુ બંધારણ દરેક નાગરિકને તેના ધર્મનુ પાલન કરવાની છુટ આપે છે. જો પીએમ મોદી મંદિર જઈ શકે છે તો તમે પણ ગર્વથી મસ્જિદમાં જઈ શકીએ છીએ.

Previous articleગાંધીનગર સિરિયલ કિલર કેસની તપાસ CBI ક્રાઈમને સોંપવામાં આવી
Next articleઅમેરિકા : ગોળીબારમાં ૧૨ના મોત, અનેક ઘાયલ