આગામી તા.૧૭મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલી ખાતે સૌપ્રથમવાર આવનાર હોય જિલ્લાના દરેક તાલુકા, ગામડા સુધી અનેરો થનગનાટ પ્રધાનમંત્રીને સન્માનવા જઈ રહ્યો હોય ત્યારે સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીનો મત વિસ્તાર રાજુલા, જાફરાબાદ અને ખાંભા તે બાબતે તા.૧૭મીના આગામી આયોજન બાબતે મામલતદાર દંગી, ટીડીઓ એન.પી. ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ, ન્યાય સમિતિ ચેરમેન રમેશભાઈ, ઘનશ્યામભાઈ, તાલુકા પંચાયત સભ્ય જગુભાઈ, ભુપતભાઈ તેમજ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા સુકલભાઈ બલદાણીયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અરજણભાઈ વાઘ, તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, કમલેશભાઈ મકવાણા, ધીરૂભાઈ ગોહિલ, ધીરૂભાઈ નકુમ તેમજ બાબરીયાધાર હોનહાર યુવા સરપંચ અનિલભાઈ લાડુમોર કે જે ગામડે-ગામડા ખુંદી નરેન્દ્રભાઈ મોદીને સન્માનવા બહોળી સંખ્યામાં હાજરી આપે તેવી તડામાર તૈયારી કરી રહ્યાં છે તેમજ હીરાભાઈ સોલંકીએ પોતાના વક્તવ્યમાં કહેલ કે માં નર્મદા મહાકુંભ રથનું આપણા વિસ્તારમાં જે સ્વાગત થયું છે તેમાં અમોને આવકાર્યા જે અમોએ તાલુકાના કરેલ કામો સાર્થક થયેલ છે અને ગામડે-ગામડેથી કાર્યકર્તા અને જવાબદાર અધિકારીઓ અમરેલી ખાતે આધુનિક માર્કેટ યાર્ડનું અને અમર ડેરી પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા પ્રધાનમંત્રી ચાવી રહ્યાં હોય તેમાં આપણા વિસ્તારની કેન્દ્ર સુધી નોંધ થવી જોઈએ.