રાજ્યમાં એક સપ્તાહ સુધી દારૂ અને જુગારધામ પર દરોડા પાડવા આદેશ

731

ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યમાં મોટા પાયે પોલીસ કાર્યવાહી કરવાનો આદેશ રાજ્યના ડ્ઢય્ઁએ આપ્યો છે. આવતીકાલથી એટલે કે ૨ જુનથી ૧૦ જુન સુધી રાજ્યમાં દારૂ અને જુગારધામ પર દરોડા પાડવાનો આદેશ ગાંધીનગરથી રાજ્યના તમામ પોલીસ ઓફિસરોને આપવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યના ડ્ઢય્ઁ શિવાનંદ ઝાએ રાજ્યની પોલીસને આદેશ આપ્યો છે કે તારીખ ૨ જુનથી ૧૦ જુન સુધી મેગા સર્ચ ઓપરેશન કાર્યવાહી હાથ ધરવામાં આવે. જેમાં દારૂ અને જુગારધામ પર મોટાપાયે દરોડા પાડી સખત કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે. તો સાથે જ આ કામગીરીમાં ન્ઝ્રમ્, ડ્ઢઝ્રમ્ તથા ક્રાઇમ બ્રાંચ જેવી તમામ પોલીસ શાખાઓના અધિકારીઓ આ કાર્યવાહી કરશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ અને અમદાવાદમાં પોલીસતંત્ર દ્વારા દારૂના અડ્ડાઓ પર મોટાપાયે દરોડા કામગીરી કરવામાં આવી રહી છે.

તો ગુજરાતમાં દારૂબંધી હોવા છતા બેફામ દારૂની હેરાફેરી થતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે એવામાં પોલીસતંત્રની આ કાર્યવાહી કેટલાક અંશે સફળ થશે એ જોવનું રહ્યું.

Previous articleદેશમાં ભીષણ ગરમી : ૩૨થી વધુ મોત, જનજીવન પર અસર
Next articleકસ્ટડીમાં આરોપીને મારવાના કેસમાં આઠ સામે ફરિયાદ થઇ