ઢસા કેન્દ્રવર્તી શાળા ખાતે પ્રજાસત્તાક દિન ઉજવાયો

991
bvn2812018-17.jpg

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ આજે ૬૭મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે બોટાદ જિલ્લાના ઢસાગામ ખાતે આવેલ. કેન્દ્રવર્તી પ્રાઇમરી સ્કૂલમાં ધ્વજ વંદન રાખેલ જેમાં ઢસાગામની ઉચ્ચ અભ્યાસ મેળવેલ દીકરી નેહા પરમારના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા સાસ્કૃતીક કાર્યક્રમો યોજી લોકોને મંત્રમુગ્ધ કર્યા ત્યાર બાદ એન્જીનીયર નેહા દ્વારા બેટી બચાવો બેટી પઢાવોનું વ્યક્તવ્ય આપેલ હતું  વિવિધ કાર્યક્રમોને નિહાળવા મોટી સંખ્યામાં નગરજનો પણ ખાસ હાજર રહેલ આજના આ પર્વ નિમિત્તે ઢસા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશભાઈ રાજપરા પણ ખડે પગે હાજર રહી પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે કોઈપણ જાતની કચાશ ન રહે તે મુજબ સંપૂર્ણ આયોજન કરવામાં આવેલ  તેમજ ગામના આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો સહીત મોટી સંખ્યામાં લોકો ખાસ હાજર રહ્યાં.

Previous articleપાલિતાણા એજયુકેશન સોસાયટી દ્વારા મહિલા કોલેજ ખાતે ધ્વજવંદન કરાયું
Next articleધંધુકાનો તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ