૩૧ મે “વિશ્વ તમાકુ નિષેધ દિન” નિમિત્તે ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા વિશ્વ તમાકુ નિષેધ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. રેલીને સવારે ૦૮ઃ૧૫ કલાકે જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે તાવીયાડ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવેલ હતી. આ રેલીમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના સ્ટાફ, ગવર્મેન્ટ મેડિકલ કૉલેજના પ્રો. ડો. પાલીવાલ, ગવર્મેન્ટ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, ભાવનગર તાલુકાના આરોગ્ય કચેરીના તમામ સ્ટાફ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સ્ટાફ વગેરે કુલ મળીને અંદાજિત ૩૦૦ જેટલા લોકો તમાકુ વિરોધી રેલીમાં સહભાગી બન્યા હતા. આ રેલી જિલ્લા પંચાયત થી પ્રસ્થાન કરી જિલ્લા પંચાયત કચેરી, ઘોઘાગેટ, ગંગાજળિયા તળાવ, જશોનાથ ચોક, જિલ્લા પંચાયત કચેરી પટાંગણ ખાતે પૂર્ણાહુતિ કાર્યક્રમ કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં ’તમાકુ છોડો વ્યસન છોડો’ ’જિંદગી પસંદ કરો નહી કે તમાકુ’ જેવા અનેક નારાઓ લગાવવામાં આવ્યા હતા. પૂર્ણાહુતિ કાર્યક્રમ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. એ.કે તાવિયાડ દ્વારા શાબ્દિક સંબોધન કરવામાં આવેલ હતું, ત્યાર બાદ લોકોને તમાકુ વિરોધી પ્રતિજ્ઞા લેવડાવી અને સપ્તધારા ટીમ દ્વારા તમાકુ અને તેની બનાવટો થી સ્વાસ્થ્ય પર થતી અસરો ને પપેટ શો દ્વારા રજૂ કરવામાં આવી હતી.