ર૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિન નિમિત્તે ધંધુકા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રોજકા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવેલ. જે અંતર્ગત ધંધુકા મામલતદાર આઈ.આર. પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અંતર્ગત શાળાના કેમ્પસમાં તથા આજુબાજુના ભાગે વૃક્ષારોપણ કરવામાં આવેલ. શાળાની ભાઈઓ-બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવેલ.