રાજુલામાં બેંક કર્મચારીને મારમારી ધમકી આપ્યાની ફરીયાદ

602

રાજુલા શહેરમાં સાવરકુંડલા તરફ જવાના માર્ગે અને ધમધમતા માર્ગ ઉપ છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્ત્વો અને લુખ્ખા તત્વોનો રાત્રીના અને સાંજના સમયે અડ્ડો જામે છે જેને લઇને લોકોમાં રોષ હતો તેવા સમયે ગઇકાલે સાંજે એચડીએફસી બેન્કના કર્મચારી પરેશભાઇ ભીખાભાઇ ટાંક ના ઘર પાસે કેટલાક યુવાનો આંટા મારતા હતા. તે આંટા મારવાની ના પાડતા ૪ જેટલા ઇસમો એ બેન્કની સામે બહાર પરેશભાઇને ઢીંકાપાટુથી મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા શહેરભરમાં ચકચાર મચી ગઇ હતી. ખુલ્લે આમ દાદાગીરી કરી માર મારતા સમગ્ર ઘટના ક્રમ સીસીટીવીમાં કેદ થયો હતો જોકે ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ દોડી ગઇ હતી. અને અસામાજિક તત્વોને માર મારી નસી છૂટ્યા હતા. અને પરેશભાઇ ટાંકએ રાજુલા પોલીસ સ્ટેશનમા ંફરિયાદ નોંધાવતા રાજુલા પોલીસસ્ટેશનના ઇન્ચાર્જ  પી.આઇ. દિપસિંહ તુવર, ધનસુખભાઇ , છગનભાઇ સહિત પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી છે. જેમાં આરોપી અમીન મધરા, સાહિત ઉર્ફે ટીટો, જુનેદ કાજી, ફરીદ ઉર્ફે બાબા સહિત રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી. ભોગ બનનાર પરેશભાઇ ટાંકને માર મારવાની ઘટના બાદ કુંભાર સમાજમાં પણ ભારે રોષ ફાટી જોવા મળ્યો હતો અને આરોપી સામે કડક હાથે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી હતી. સાથે સાથે મહત્વની વાત એ છે કે સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ ફરીદ ઉર્ફે બાબાના પિતા પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવે છે અને તેમની મોટી બહેન પણ રાજુલા પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. તેને લઇને કેટલાક અસામાજિક તત્વો ભારે દાદાગીરી કરી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે જ્યારે કાયદો વ્યવસ્થાની જવાબદારી જેમના શીરે છે તેવા પોલીસકર્મીના પુત્રની દાદાગીરીના કારણે લોકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. સાથે સાથે સમગ્ર ઘટનાના સીસીટીવી સોશ્યલ મીડીયામાં વાયરલ થયા છે. જેને લઇને રાજુલા શહેરમાં પણ વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જો કે સમગ્ર ઘટનાબાદ રાજુલા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી એસપી નિર્લિપ્તરાય દ્વારા પોલીસ પાવર બતાવી જનતામાં દહેશત ફેલાવવા તમામ તહોમતદારો ઉપર કડક હાથે અને જીંદગી ભર તહોમતદારો ફરી આવું કરવાનો વિચાર ન કરે અને હરુજાલુાની જનતામાં પેસી ગયેલ પોલીસ ખૌફ દુર કરવા કડક હાથે કામ લેવા આદેશો કરાય્‌ા છે.

Previous articleસણોસરામાં છાશ કેન્દ્રનો લાભ
Next articleમંત્રી રૂપાલા અને માંડવીયાને હિરાભાઇએ શુભેચ્છા પાઠવી