એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની સુચના અને પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. અનિરુધ્ધસિંહ ગોહિલ ને મળેલ બાતમી આધારે આજરોજ ચોગઢ ઢાળ થી ચોગઢ ગામ જવાના રસ્તેથી આરોપી કાસમભાઈ પુનાભાઈ ખારોઈ ઉ.વ.૫૦ રહેવાસી મુળ ગામ ચોબારી તા. ભચાઉ હાલ ગામ ઝુંમર તા. ધંધુકા વાળાને એક ગેરકાયદેસરની દેશી બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.