બરવાળા નગરપાલિકાની ફાયર શાખા દ્વારા શહેરના ફાયર સેફ્ટી વગરના એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ફાયર સેફ્ટી વગરના એકમોને નોટીસો આપવામાં આવી હતી.
બરવાળા નગરપાલિકાની ફાયર શાખા દ્વારા શહેરના તમામ ટ્યુશન કલાસીસ,સરકારી શાળાઓ,ખાનગી શાળાઓ,હોટલ,રેસ્ટોરન્ટ,પેટ્રોલપંપ,મોટા કોમ્પ્લેક્ષ સહીતના એકમોમાં ફાયર સેફ્ટી અંગેનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ફાયર સેફ્ટીની સુવિધા ન ધરાવતા એકમોને ફાયર સેફ્ટી અંગેની નોટીસો આપવામાં આવી હતી તેમજ તમામ શોપીંગ કોમ્પ્લેક્ષો,મોટી દુકાનોમાં ફાયર એન.ઓ.સી.મેળવવા માટે નોટીસો ઇસ્યુ કરવામાં આવી હતી તેમજ ફાયર શાખા દ્વારા નગરપાલિકા વિસ્તારના તમામ એકમોમાં સઘન તપાસ હાથ ધરી હતી અને જરૂર જણાય તેવા યુનિટોમાં દીન-૩ માં ફાયર સેફ્ટીના સાધનો વસાવી લેવા નોટીસો આપવામાં આવી હતી તેમજ નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં ફાયર સેફ્ટી અંગે સઘન તપાસ હાથ ધર્વમાં આવશે.