શહેરના કરચલીયા પરા ખાતે આવેલા બજરંગ કલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બજરંગ વ્યાયામ શાળા સંસ્કાર કેન્દ્રનાં મેદાનમાં બાળકોના વ્યક્તિત્વ વિકાસ માટે સમર કેમ્પ યોજવામાં આવેલ છે. જેમાં બાળકોને પ્રાચીન રમતો લેઝીમ, ડમ્બેલ્સ, રીંગડ્રીલ, લાઠીદાવ ઉપરાંત ખો-ખો, ફુટબોલ, કબ્બડી, જીમ્નાસ્ટીક, એથ્લેટીક્સ જેવી રમતો તેમજ રાસ-ગરબા, હુડો સહિત શીખવવામાં આવે છે. જેમાં બાળકો ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે. આ કેમ્પમાં ૪ થી ૧૯ વર્ષ સુધીનાં ૩૬૦ ખેલાડી ભાઇઓ-બહેનો ભાગ લઇ રહ્યા છે.