૨૫ વર્ષ બાદ મુકાબલા ગીતને પ્રભુદેવા, વરુણ અને શ્રધ્ધા કપૂર રિક્રિએટ કરશે

790

જૂના ક્લાસિક ગીતોને ફરી રીક્રિએટ કરવાનો  હાલ બોલીવૂડમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ‘તમન્ના તમન્ના’ બાદ ૯૦ના દાયકાનું એક હિટ ગીત ફરી બ્રાન્ડ ન્યુ અવતારમાં રૃપેરી પડદે જોવા મળશે. ૯૦ના દસકામાં’મુકાબલા મુકાબલા’ગીતે દરેક યુવાનોને ડોલાવ્યા હતા. હવે આ ગીત ફરી નવા અવતાર ધારણ કરશે. આ ગીતને વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર’માં લેવામાં આવશે. ૨૫ વરસ બાદ આ ગીતને વિશેષ કારણોસર રીક્રિએટ કરવામાં આવશે. આ ગીતમાં પ્રભુદેવા પણ વરુણ અને શ્રદ્ધા સાથે થિરકતો જોવા મળશે.આ ફિલ્મનું દિગ્દ્રશન રેમો ડિસોઝા કરી રહ્યો છે. પરંતુ આ ગીતની જવાબદારી પ્રભુદેવા લેશે.

આ મૂળ ગીતને એઆર રહેમાને કમ્પોઝ કર્યુ હતું. જ્યારે આ ગીતની રીક્રિએટની જવાબદારી તનિશ્ક લેવાનો છે. તેણે આ પહેલા ૯૦ના દાયકાનું ‘આંખ મારે’ ગીત રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’માં રીક્રિએટ કર્યુ હતું જેમાં રણવીર સિંહ અને સારા થિરકતા જોવા મળ્યા  હતા.હવે આ ગીત પણ તનિશ્ક માટે એક પડકાર બનશે.

Previous articleઋત્ત્વિક રોશનની ફિલ્મ ‘સુપર ૩૦’નું પોસ્ટર રિલીઝ
Next articleકેટરિના કૈફે કરેલા જાહ્નવી કપૂરના નિવેદન પર સોનમ કપૂર મેદાનમાં