કેટરિના કૈફે કરેલા જાહ્નવી કપૂરના નિવેદન પર સોનમ કપૂર મેદાનમાં

688

બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની કેટલીક તસવીરો સામે આવી હતી.

આ તસવીરોમાં જાહન્વીએ શોટ્‌ર્સ પહેર્યા હતા. એવામાં હાલમાં કેટરીનાએ એક ઇન્ટરવ્યુમાં જાહ્નવીના શોટ્‌ર્સને લઇને નિવેદન આપ્યું હતું જેને કારણે સોનમ કપૂરે કેટરીનાને વળતો જવાબ આપ્યો છે.

એક ઇન્ટરવ્યુમાં કેટરીનાએ જાહ્નવી પર કોમેન્ટ કરતા કહ્યું હતુ કે, મને ચિંતા થાય છે જ્યારે જાહ્નવી ખૂબ નાના શોટ્‌ર્સ પહેરે છે. તે જીમમાં પણ આવે છે. અમે જીમમાં સાથે જ હોઇએ છીએ. હું તેના માટે ઘણી વખત ચિંતા કરું છું.

એવામાં સોનમ કપૂર પણ ચૂપ નથી રહી. સોનમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી ઓપ્શનથી જાહ્નવીની તે તસવીર શેર કરી છે જેમા તેને શોટ્‌ર્સ પહેર્યા છે. સાથે જ લખ્યું છે કે જાહ્નવી રેગ્યુલર કપડા પણ પહેરે છે અને તેમા રૉક પણ કરે છે.

જણાવી દઇએ કે સોનમ કપૂર તે અભિનેત્રીમાંથી એક છે જે હંમેસા તેની વાત દરેક લોકો સામે બિન્દાસ્ત શેર કરે છે.

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ અગાઉ વિવેક ઓબેરોયની એક કોમેન્ટને લઇને ટ્‌વીટ કર્યું હતું. જેના કારણે તે ચર્ચામાં હતી.

વિવેકે એશ્વર્યા રાયને લઇને એક્ઝિટ પોલ ૨૦૧૯ને લઇને ટ્‌વીટ કર્યું હતું. જેને લઇને વિવેક ઓબેરોય સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થયો હતો. સાથે જ સોનમ કપૂરે વિવેકની આ વાતને ખૂબ ખરાબ ગણાવી હતી.

Previous article૨૫ વર્ષ બાદ મુકાબલા ગીતને પ્રભુદેવા, વરુણ અને શ્રધ્ધા કપૂર રિક્રિએટ કરશે
Next articleશેલાડામાં દિલજીત દોઝંજ રોમાન્સિંગ સોનમ બજાવા