જોફરા આર્ચર સારા બેટ્‌સમેનોને ભૂલ કરવાની ફરજ પાડે છે : મોઇન અલી

586

ઈંગ્લેન્ડના ઓલ-રાઉન્ડર મોઈન અલીએ તેની ટીમના સાથી ખેલાડી જોફરા આર્ચરને અભિનંદન આપતા કહ્યું હતું કે તે ઉગતો ક્રિકેટ સિતારો પોતાની સામે રમેલો સૌથી ઝડપી બૉલર છે અને તે સારા બેટ્‌સમેનોને ભૂલ કરવાની ફરજ પાડે છે.

આર્ચરે ફક્ત ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં રમી ઈંગ્લેન્ડની વર્લ્ડ કપની ટીમમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યાં તેણે ગુરુવારે સ્પર્ધાની આરંભિક મેચમાં દક્ષિણ આફ્રિકાની બૅટિંગમાં ગાબડા પાડ્યા હતાં.

આર્ચરે કલાક દીઠ ૯૪ કિલોમીટરની ઝડપે બૉલિંગ કરતા વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ જ મેચમાં એઈડન માર્કરેમ, કેપ્ટન ફેફ ડુ પ્લેસીસ અને રેસી વેન ડર ડુસેનને આઉટ કરી ૨૭ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. તેનો એક બાઉન્સર બોલ પણ હાશિમ અમલાને માથા પર લાગ્યો હતો કે જે કારણે તે બેટ્‌સમેનને તેના દાવની અધવચ્ચેથી નિવૃત્તિ લેવાની ફરજ પડી હતી. “જોફરા (આર્ચર) ગજબનો બૉલર છે. તે ઘણો ઝડપી છે અને સારા બેટ્‌સમેનોને પણ ભૂલ કરવાની ફરજ પાડે છે, એમ મોઈને કહેતા ઉમેયુર્‌ં હતું કે તે પોતે રમેલો સૌથી ફાસ્ટ બૉલર છે. આર્ચર તેની બૉલિંગમાં થોડા રન ખર્ચી કાઢીને પણ મેચ જિતાડી આપે એવો બૉલર છે.

Previous articleપ્રથમ મેચ પહેલાં જ ભારતને મોટો ઝટકોઃ કોહલી ઇજાગ્રસ્ત
Next articleવર્લ્ડ કપ : પાકિસ્તાન-ઇંગ્લેન્ડની વચ્ચે આજે જંગ