ભારતે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવી જોઇએ : ગાવસ્કર

515

પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ચાલી રહેલા ક્રિકેટ વિશ્વ કપ ૨૦૧૯માં ટીમોની જીત અને હાર પિચો પર નિર્ભર કરશે. તેમણે સલાહ આપી કે, જો પિચ પર ઘાસ નથી અને ડે મેચ છે તો ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે ભારતે ૨૫ જૂને ૧૯૮૩ના ઐતિહાસિક લોડ્‌ર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલા ફાઇનલ મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પ્રથમ વખત વિશ્વકપનું ટાઇટલ જીત્યું હતું. હવે વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમની પાસે આગામી ૧૪ જુલાઈ ૨૦૧૯ના ઈતિહાસનું પુનરાવર્તન કરવાની તક છે.  ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડમાં આ સમયે સોનેરી તડકો નિકળી રહ્યો છે અને આસમાન સાફ છે. જો પરિસ્થિતિ આવી રહશે તો ફાસ્ટ બોલરોને પિચ પરથી વધુ મદદ મળશે નહીં. ભારતીય ટીમ પોતાનો પ્રથમ મુકાબલો ૫ જૂને આફ્રિકા વિરુદ્ધ રમશે. તેને જોતા ગાવસ્કરે સલાહ આપી છે કે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવી ભારતીય ટીમ માટે યોગ્ય રહેશે.

Previous articleવર્લ્ડ કપ : પાકિસ્તાન-ઇંગ્લેન્ડની વચ્ચે આજે જંગ
Next articleટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં વધારો થયો