ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં વધારો થયો

524

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ૯૯૯૯૪ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. છેલ્લા સપ્તાહમાં ટીસીએસને સૌથી વધુ ફાયદો થયો હતો. ટીસીએસની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહમાં ૫૫૨૩૫.૧ કરોડ રૂપિયા વધીને ૮૨૪૩૪૨.૬૩ કરોડ રૂપિયા થઇ ગઇ હતી જ્યારે એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ૧૪૩૩૩.૭૩ કરોડ રૂપિયા વધીને ૬૬૦૭૯૫.૯૫ કરોડ રૂપિયા થઇ ગઇ હતી. ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે. એચડીએફસીની માર્કેટ મૂડી આ ગાળામાં વધીને ૩૭૫૭૭૪.૦૭ કરોડ રૂપિયા વધી ગઈ છે. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડીમાં પણ વધારો થયો છે. બીજી બાજુ જે કંપનીઓની માર્કેટ મૂડી આ ગાળામાં ઘટી છે તેમાં આઈટીસીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડી પણ ઘટી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી ૪૪૫૨.૧૩ કરોડ રૂપિયા ઘટીને ૮૪૨૯૩૩.૬૪ કરોડ રૂપિયા થઇ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ હજુ પણ પ્રથમ સ્થાને છે. જો કે, ટીસીએસ હવે બિલકુલ તેની નજીક છે. વધુ એક સપ્તાહ ટીસીએસની માર્કેટ મૂડી વધશે તો તે ફરી એકવાર પ્રથમ સ્થાન મેળવી શકે છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન સેંસેક્સમાં ૨૭૯ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૩૯૭૧૪ પોઇન્ટ સુધી રહી હતી. શેરબજારમાં આ સપ્તાહના ગાળા દરમિયાન રજા પણ રહેનાર છે. બુધવારના દિવસે શેરબજારમાં ઉદ ઇલ ફિતરના પ્રસંગે રજા રહેશે. જેના પરિણામ સ્વરુપે ગુરુવારના દિવસે ફરી કારોબાર શરૃ થશે. ગુરુવારના દિવસે જ છ સભ્યોની આરબીઆઈની પોલિસી સમીક્ષાની બેઠકમાં વ્યાજદરના સંદર્ભમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે જેના ઉપર બજારની દિશા નક્કી થઇ શકે છે. કારણ કે, વ્યાજદરને લઇને ચર્ચા છે. જો વ્યાજદર ઘટશે તો લોન સસ્તી થશે.

Previous articleભારતે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવી જોઇએ : ગાવસ્કર
Next articleવ્યાજદરમાં વધુ ઘટાડો થાય તેવી વકી : લોન વધારે સસ્તી