FPI દ્વારા મે મહિનામાં કુલ ૯,૦૩૧ કરોડ ઠલવાયા

512

વિદેશી મૂડીરોકાણકારોએ મે મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાં ૯૦૩૧ કરોડ રૂપિયાની રકમ ઠાલવી દીધી છે. સામાન્ય ચૂંટમીમાં ભારતીય જનતા પાર્ટીની રેકોર્ડ અને ઐતિહાસિક જીત બાદ વધુ વેપારલક્ષી પગલાની અપેક્ષા વચ્ચે મે મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાં જંગી રકમ ઠાલવવામાં આવી છે. રસપ્રદ બાબત એ છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ મે મહિનાના પ્રથમ ત્રણ સપ્તાહમાં મોટાપાયે વેચવાલી કરી હતી પરંતુ ચૂંટણી પરિણામોની જાહેરાત થયા બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે. આંકડા દર્શાવે છે કે,  વિદેશી મૂડીરોકાણકારોએ બીજી મેથી ૩૧મી મે વચ્ચેના ગાળા દમરિયાન ડેબ્ટ માર્કેટમાં ૧૧૧૧.૪૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જ્યારે ઇક્વિટીમાં ૭૯૧૯.૭૩ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ સંયુક્ત મૂડીરોકાણનો આંકડો ૯૦૩૧.૧૫ કરોડ સુધી પહોંચી ગયો છે. વધુમાં અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણાની સીધી અસર પણ નોંધાઈ રહી છે. આ પહેલા એપ્રિલ મહિનામાં વિદેશી મુડીરોકાણ કારોએ ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા.  વિદેશી મુડારોકાણ કારોએ જુદા જુદા પરિબળોના ઘટનાક્રમ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાના ભારતીય બજારમાં જોરદાર રોકાણ કર્યું હતું. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા. મે મહિના પહેલા માર્ચ મહિનામાં રોકાણકારોએ ૪૧૫૯૮૧ કરોડ, ફેબ્રુઆરીમાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા અને એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ગયા સપ્તાહમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ હાંસલ કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ૩૦૩ સીટો જીતી લીધી છે જ્યારે એનડીએની સાથે મળીને ૩૫૩ સીટો મેળવી છે. ૧૯૮૪ બાદથી કોઇ એક પાર્ટી દ્વારા સતત બીજી વખત બહુમતિ હાંસલ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર આવ્યા બાદ સુધારાઓની ગતિ વધુ તીવ્ર બની શકે છે. આવી સ્થિતિમાં મૂડીરોકાણકારો અને શેરબજારમાં આશા વધી છે.

Previous articleવ્યાજદરમાં વધુ ઘટાડો થાય તેવી વકી : લોન વધારે સસ્તી
Next articleશેરબજારમાં હાલ પ્રવાહી સ્થિતિ રહી શકે છે : પરિબળો ઉપર નજર