ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં માનવવસ્તીમાં ઘૂસીને રીંક્ષો દ્વારા હુમલો કરવાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આવો જ એક કિસ્સો અમીરગઢના ડેરી ગામમાં થયો છે. અમીરગઢ તાલુકાના ડેરી ગામમાં ખેડૂત પર રીંક્ષ હુમલો કર્યો છે. રીંક્ષના હુમલાથી ઘાય થતાં ખેડૂતને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અમીરગઢના ડેરી ગામમાં ખેતી કરતાં રગાભાઈ નગાભાઈ ભીલ પર રીંછે હુમલો કરતાં તેમને ગંભીર ઈજાઓ થઈ છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમીરગઢ પંથકમાં અવાર-નવાર થતાં રીંછના હુમલાથી લોકોમાં ભય ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, અમીરગઢ પાસે જૈસોર રીંછ અભ્યારણ્ય આવેલું છે. ઉનાળામાં પાણીની અછત કે ખોરાકની શોધમાં રીંછ માનવ વસતી તરફ જતાં હોય તેવું લાગી રહ્યું છે.
આ અગાઉ, અમીરગઢ તાલુકાના ખારા ગામે દીકરીને મળવા રાજસ્થાનથી આવેલા એક વૃદ્ધ ઉપર જંગલી રીંછે હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઘાયલ વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિયલમાં દાખલ કરવામાં આવ્યા હતા.