અમૂલની દૂધ વાન અને રાજસ્થાન  બસમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો

617

આપણાં રાજ્યમાં પેપરોમાં તો દારૂબંધી છે પરંતુ આવારનવર લાખો, કરોડોનો દારૂ ઝડપાતા દારૂબંધી પર અનેક સવાલો ઉભા થાય છે. ત્યારે આજે ડીસા પાસેથી અમુલ દૂધની વાનમાંથી ૭ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્‌યો છે. જ્યારે અમીરગઢ પોલીસે રાજસ્થાન પરિવહનની બસમાંથી ૭.૧૪ લાખ રૂપિયાનો વિદેશી દારુ ઝડપી પાડ્‌યો છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે ડીસા પાસેથી અમુલ દૂધની ગાડીમાં મુકેલા દૂધનાં કેરેટમાં વિદેશી દારૂ છુપાવીને લઇ જતા હતાં. બનાસકાંઠા એલસીબી પોલીસે બાતમીનાં આધારે અમૂલની દૂધ વેન ઝડપી પાડી છે. આ ગાડીમાંથી સાત લાખ રૂપિયાનો દારૂ કબજે કરાયો છે. દૂધ લઇ જવાનાં કેરેટમાં દારૂ છુપાવ્યો હતો. પાલનપુર ક્રાઇમ બ્રાંચે આરોપીઓને ઝડપી પાડ્‌યા છે.

અમીરગઢ પોલીસે રાજસ્થાન પરિવહનની બસમાંથી ૭.૧૪ લાખ રૂપિયાનો વિદેશી દારુ ઝડપી પાડ્‌યો છે. આ બસ જોધપુરથી અમદાવાદ જતી હતી. બસ ચાલક અકબરખાનની હાલ ધરપકડ કરવામાં આવી છે. દારૂ, બસ, મોબઈલ સહિત કુલ ૭.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleબનાસકાંઠામાં રીંછનો આતંક : અમીરગઢના ડેરી ગામમાં ખેડૂત પર હુમલો કર્યો
Next articleઅરવલ્લીમાં દારૂબંધી મામલે ડ્રાઇવ, ચાર દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ