રાજ્યભરમાં ગરમીનો આતંક : તાપમાન ૪૫ ડિગ્રીએ પહોંચતા લોકો પરેશાન બન્યા

537

રાજ્યભરમાં દિવસે દિવસે ગરમીના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન ૪૪ ડિગ્રીની પાર પહોંચ્યો છે. હાલમાં લોકો ગરમીથી બચવા માટે ઠંડા પાણીનો સહારો લઈ રહ્યા છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા એક અઠવાડિયા સુધી ગરમીની આગાહી કરવામાં આવી છે. હજુ પણ એક અઠવાડિયું લોકોને આકરો તાપ સહન કરવો પડશે.રાજ્યના તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં ૪૫ ડિગ્રી, રાજકોટમાં ૪૪ ડિગ્રી, વડોદરામાં ૪૩ ડિગ્રી, કચ્છમાં ૪૩ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૪ ડિગ્રી, અમરેલીમાં ૪૪ ડિગ્રી, ઈડરમાં ૪૩ ડિગ્રી, ડીસામાં ૪૨ ડિગ્રી, પાટણમાં ૪૨ ડિગ્રી, ખેડામાં ૪૩ ડિગ્રી અને બોટાદમાં ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તમને જણાવીએ કે, છેલ્લા ચાર દિવસથી ગરમીએ માઝા મૂકી છે ગરમીનો પારો ૪૪ ડિગ્રી સુધી પહોંચતા જીવન અસ્ત વ્યસ્ત બન્યું છે. બપોરના સમયે ગરમીના કારણે લોકો પોતાના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે તેથી રસ્તાઓ સૂમસામ બન્યા છે. હવામાન ખાતાનું કહેવું છે કે હજી અઠવાડિયા સુધી ગરમી યથાવત્‌ રહેશે.ત્યારે લોકો ગરમીથી બચવા માટે વિવિધ પ્રકારના ઠંડાપીણા નો ઉપયોગ કરી રહ્યા છે. ડોક્ટરની સલાહ છે કે ગરમીમાં કામ વગર નીકળવાનું ટાળવું જોઈએ અને સૂત્રાઉ ખુલ્લા કપડાં પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ.

જો કે ગરમીના કારણે છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં પણ લૂ લાગવાના ઊલટી અને માથાના દુખાવાના કેસોમાં વધારો થયો છે. જોકે હજી સુધી આગ દઝાડતી ગરમીની લોકોએ સામનો કરવો પડશે.

Previous articleપોલીસના મારથી ઘાયલ થયેલ યુવકનું મોતઃ તમામ ૮ પોલીસકર્મી વૉન્ટેડ જાહેર
Next article૧૩૬ પેકેટ ડ્રગ્સ શોધવા પોલીસ, મ્જીહ્લ, કોસ્ટગાર્ડે સર્ચ ઑપરેશન હાથ ધર્યું