પાકિસ્તાનની ફરી એક વખત ભારત વિરોધી માનસિકતા છતી થઈ છે. પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા આયોજીત ઇફ્તાર પાર્ટીમાં સામેલ થવા આવતા મહેમાનો સાથે સુરક્ષા એજન્સીઓએ ગેરવર્તણૂંક કરી હતી તેમજ કેટલાક મહેમાનોને હોટેલમાં પ્રવેશવા દેવાયા નહતા અને પરત જવા ફરજ પાડવામાં આવી હોવાનું જણાયું છે. પાકિસ્તાન સત્તાવાળાઓની આ કરતૂતથી ફરી એકવખત પાકિસ્તાનનો અસલી ચહેરો દુનિયા સામે આવ્યો છે. પાકિસ્તાની એજન્સીઓએ હોટેલ સેરેનામાં યોજાયેલી ભારતીય દૂતાવાસની ઇફ્તાર પાર્ટીમાં મહેમાનોને રસ્તામાં અટકાવવા પ્રયાસ કર્યો હતો.શનિવારે યોજાયેલી પાર્ટીમાં લગભગ સંખ્યાબંધ મહેમાનોને સુરક્ષા એજન્સીઓએ પરત જવા ફરજ પાડી તેમજ તેમનું શોષણ પણ કર્યું હતું. આટલું જ નહીં સુરક્ષા એજન્સીએ ભારતીય દૂતાવાસના મહેમાનોને અલગ અલગ અજાણ્યા નંબર પરથી ફોન કરી ધમકી આપી કે આનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો. આ દરમિયાન પાર્ટીમાં આવનારા મેહમાનોને હોટલની બહાર રોકવામાં આવ્યા. અને તેમની એક નહીં પણ અનેકવખત તપાસ કરવામાં આવી.
અધિકારીઓ અને મેહમાનોએ આ વાતનો વિરોધ કર્યો તો તેમની સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી અને અપશબ્દો કહેવામાં આવ્યાં આ આખી ઘટનાનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.
આ મામલે ભારતીય દૂતાવાસના હાઈકમિશ્નર અજય બિસારિયાએ જણાવ્યું કે બળજબરી પરત ફરવા જણાવાયું હોય તેવા તમામ મહેમાનોની અમે ક્ષમા માંગીએ છે. પાક. એજન્સીઓની આ ગેરવર્તણૂંક નિરાશાજનક છે. પાક. અધિકારીઓએ આ રીતે રાજદ્વારી પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું એટલું જ નહીં પરંતુ અસભ્ય વર્તન પણ કર્યું છે. આનાથી દ્વીપક્ષી સંબંધો પર અસર પડશે.
ગત વર્ષે ડિસેમ્બરમાં પણ પાકિસ્તાનમાં ભારતીય રાજનાયકોને પરેશાન કરવા માટે તેમના ઘરની વિજળી કાપી નાખી હતી, ગેસ કનેક્શન આપવામાં પણ મોડું કરવામાં આવ્યું છે. તેમજ અનેક અધિકારીઓના ઈન્ટરનેટ કનેક્શન પણ બ્લોક કરી દીધા હતા. આરોપ છેક પાકિસ્તાન એજન્સીઓ રાજનાયિકોની જાસૂસી કરી રહ્યાં છે. ભારતીય ઉચ્ચાયોગે પોતાના રાજનાયિકોની મુશ્કેલીનો મામલો પાકિસ્તાન વિદેશ મંત્રાલયની સામે ઉઠાવ્યો હતો. જે બાદ ભારતીય મિશને એક નોટ જાહેર કરીને પાકસ્તાનને ચેતવણી આપી હતી.
વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત સાથે વિજય પ્રાપ્ત કર્યા બાદ બિમ્સટેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને શપથગ્રહણ સમારંભમાં આમંત્રિત કર્યા હતા પરંતુ પાકિસ્તાનને નિમંત્રણ મોકલ્યું નહતું. આટલું જ નહીં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મોદીને વડાપ્રધાન મોદીને ટેલિફોન કરી શુભેચ્છા પાઠવી તો તેમને સલાહ આપી કે, રાષ્ટ્રમાં આતંક મુક્ત વાતાવરણ રહેવું જોઈએ.