ઝારખંડના દુમકામાં નક્સલવાદી અને સેના વચ્ચે અથડામણઃ ૧ જવાન શહીદ

489

ઝારખંડના દુમકામાં નક્સલવાદી સાથેની અથડામણમાં એક જવાન શહીદ, જ્યારે ૪ જવાન ઈજાગ્રસ્ત થયા છે. જેની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે. એક ઘાયલ જવાનને સારવાર અર્થે વિમાન મારફત રાંચી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ૩ જવાનની સારવાર દુમકામા થઈ રહી છે. દુમકા સુપરિટેન્ડેટ ઑફ પોલીસ વાય એસ રમેશે જણાવ્યું કે, નક્સલવાદી એકત્ર થયાની માહિતી મળતા પોલીસે સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. ઝારખંડના દુમકા જિલ્લાના તલદંગલના જંગલોમાં રવિવારે સવારે ૩ઃ૩૦ની આસપાસ સર્ચ ઓપરેશનમાં નક્સલવાદીઓએ જવાનો પર ફાયરીંગ શરૂ કર્યું. જીઁએ જણાવ્યું કે, સેનાએ જવાબી ફાયરીંગ કર્યું. જેમાં ૪-૫ નક્સલવાદીને ગોળી વાગી છે પરંતુ તમામ જંગલમાં નાસી ગયા.

શહીદ જવાનનું નામ નીરજ છેત્રી અને ઘાયલ થનાર જવાનોના નામ રાજેશ કુમાર રાય, સોનુ કુમાર, સતિશ ગુજ્જર અને કરણ કુમાર જણાવવામાં આવે છે. અધિકારીએ જણાવ્યું કે, ગંભીર રૂપથી ઘાયલ થયેલા રાજેશ રાયને સારવાર અર્થે વિમાન મારફત રાંચી ખસેડવામા આવ્યા અને અન્ય જવાનોને દુમકા સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Previous articleરાજનાથ આજે સિયાચીનમાં જશે
Next articleઅમેરિકી વિઝા માટે ૫ વર્ષનો સોશયલ મીડિયા રેકોર્ડ આપવો પડશે