નીતિશ સરકારનું કેબિનેટ વિસ્તરણ આઠ નવા મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા

468

બિહારમાં NDAની સાથે ગઠબંધન પછી રવિવારે પહેલી વખત નીતિશ કુમારે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યુ. રાજ્યપાલ લાલજી ટંડને ૮ નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યાં. મંત્રી પરિષદમાં સામેલ થનારા તમામ નેતા JDUના જ છે. કેબિનેટ વિસ્તરણ કરાયું તેમાં ભાજપના એક પણ ધારાસભ્યને જગ્યા નથી મળી.

લોકસભા ચૂંટણી બાદ જીતીને સંસદ પહોંચેલા બિહારના ત્રણ મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા. ત્યારબાદ મંત્રીમંડળનું વિસ્તાર નક્કી માનવામાં આવી રહ્યું હતું પરંતુ કેન્દ્ર સરકારના શપથ ગ્રહણના ત્રણ દિવસ બાદ જ બિહાર સરકારના કેબિનેટ વિસ્તારને નીતીશનો વળતા હુમલા તરીકે પણ જોડીને જોવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી નીતીશ કુમારના મંત્રીમંડળમાં જે નવા મંત્રીઓનો સમાવેશ કરાયો છે તેમાં કોંગ્રેસમાંથી જેડીયુમાં જોડાયેલા એમએલસી અશોક ચૌધરી ઉપરાંત શ્યામ રજક, રામસેવક સિંહ, નિરજ કુમાર, બીમા ભારતી, નરેન્દ્ર યાદવ, સંજય ઝા અને લક્ષ્મેશ્વર રાયનો સમાવેશ થાય છે. તમામ મંત્રીઓએ આજરોજ શપથ ગ્રહણ કર્યા હતા.

ભાજપમાંથી જેડીયુમાં આવેલા સંજય ઝાને પણ મંત્રીપદ મળ્યું છે. જેડીયુના પ્રદેશ મહાસચિવ લક્ષ્મેશ્વર રાયે પણ મંત્રીપદના શપણ ગ્રહણ કર્યા હતા. ૨૦૦૯થી સતત જેડીયુના પ્રવક્તા રહેલા નીરજ કુમારને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આલમનગરના ધારાસભ્ય નરેન્દ્ર યાદવને પણ નીતીશે પોતાની કેબિનેટમાં સ્થાન આપ્યું છે.

નીતીશ કુમારે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં ફેરફાર કર્યા છે. પછાત જાતિના બીમા ભારતીને પણ આ જ કારણથી કેબિનેટમાં સ્થાન મળ્યું હોવાનું ચર્ચાઈ છે.

આ નેતાઓને કેબિનેટમાં જગ્યા મળી

૧. અશોક ચૌધરીઃ બિહાર કોંગ્રેસના અધ્યક્ષ રહી ચુક્યા છે. ૨૫ વર્ષ કોંગ્રેસમાં રહ્યાં બાદ ૨૦૧૮માં પાર્ટી છોડીને ત્નડ્ઢેંમાં સામલે થયા હતા. ત્નડ્ઢેં વિધાન પરિષદના સભ્ય છે અને નીતિશ કેબિનેટમાં શિક્ષા મંત્રી રહી ચુક્યા છે

૨. રામસેવક સિંહઃ હથુઆ વિધાનસભા સીટના ત્નડ્ઢેંના ધારાસભ્ય છે.

૩. નરેન્દ્ર નારાયણ યાદવઃ મધેપુરાની આલમનગર વિધાનસભા સીટના ધારાસભ્ય છે. નીતિશ કેબિનેટમાં પહેલાં પણ મંત્રી રહી ચુક્યા છે.

૪. શ્યામ રજકઃ ફુલવારીશરીફથી જેડીયૂ ધારાસભ્ય છે. ૧૯૭૪માં જેપી આંદોલનથી રાજકારણમાં સક્રિય થયા.

૫. બીમા ભારતીઃ પૂર્ણિયાની રૂપૌલીથી જેડીયૂ ધારાસભ્ય છે. નીતિશના પહેલાં કાર્યકાળમાં મંત્રી રહી ચુક્યા છે.

૬. સંજ્ય ઝાઃ ત્નડ્ઢેંના રાષ્ટ્રીય મહાસચિવ છે. હાલમાં જ સ્ન્ઝ્ર ચૂંટાયા છે.

૭. લક્ષ્મેશ્વર રાયઃ મધુબનીના લૌકહાથી જેડીયૂ ધારાસભ્ય છે. વિદ્યાર્થી આંદોલન સમયે અનેક વખત જેલ જઈ ચુક્યા છે.

૮. નીરજ કુમારઃ ૨૦૦૮થી જેડીયૂ તરફથી વિધાન પરિષદ પહોંચ્યા. ૨૦૦૯થી જેડીયૂના રાજ્ય સ્તરે પ્રવક્તા હતા. પહેલી વખત બિહાર મંત્રીમંડળમાં જગ્યા મળી.

Previous articleઉત્તર ભારત ભીષણ ગરમી તેમજ લૂના સકંજામાં : મૃતાંક વધીને ૩૭
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે