તા.૦૩-૦૬-ર૦૧૯ થી ૦૯-૦૬-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય

1021

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ધન સ્થાન અને પરાક્રમ સ્થાનની પ્રબળતા કપરા કાર્યો પણ સરળ બનાવી શકે છે. માત્ર ગુરૂ ગ્રહની નિર્બળતા નસીબનો સહકાર નહીં આપે તેથી વધુ મહેનતે થોડી સફળતા મળવાના યોગ છે. મહત્વના નિર્ણયોમાં મિત્રોની સલાહથી લાભ રહેશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી  આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને શિવલીંગ ઉપર ચણાની દાળનો અભિષેક કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર સુર્ય શુક્રનું ભ્રમણ અને ગુરૂ ગ્રહની દ્રષ્ટિથી શુભ ગજકેસરી યોગ મળે છે. પનોતીના કપરા સમયમાં પણ કાર્ય સફળતાના યોગ મળે છે. માત્ર વાણી વર્તન અને વ્યવહારમા નમ્‌્રતા કેળવવી અને ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન થાય તે જોશો. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવન જળવાઈર હેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિતય શની ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ રાહ મંગળ અંગાર યોગ શનિ રાહુ શાપીત દોષ અને જન્મના ચંદ્રથી બારમા સ્થાનમાં સુર્ય ગ્રહનો અશુભ બંધનયોગ આર્થિક માનસિક અને શારિરીક ત્રણેય રીતે સાવધાની રાખવાનું સુચવે છે. વધુ પડતા આત્મવિશ્વાસથી દુર રહેવું. મિલ્કત અને વારસાઈ બાબતોમાં સહી સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે સોમવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ યથાવત પ્રતિકુળ સમય આપી શકે છે. માત્ર વૃશ્વિક રાશીનો ગુરૂ સંતાન સ્થાનમાં રહીને થોડી ઘણી સફળતાના યોગ આપી શકે છે. તેથી વધુ પડતી અપેક્ષા અને ઉગ્ર સ્વભાવનો ત્યાગ કરવો જરૂરી છે. નહીં તો કષ્ટ વધી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની  ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક બાબતોમાં ચિંતા મળી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમયચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે.  આપના માટે બુધવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જુનવાણી વિચારોનો ત્યાગ કરીને વર્તમાનમાં જીવાનું સુચવે છે. કર્મસ્થાન અને લાભ સ્થાનની પ્રબળતા કપરા કાર્યોને પણ સરળ બનાવી શકે છે. નવાકાર્યોની શરૂઆત માટે સમય શુભ રહેશે. વિદેશથી પણ લાભ રહેશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક પરીસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ વધુ મેહનતે થોડી સફળતા આપી શકે છે. નસીબનો સહકાર નહીવંત મળે છે. અને શનિગ્રહની પનોતી બંધનયોગ  આપે છે. તેથી ઉતાવળા સાહસ ન કરવા મહત્વના નિર્ણયોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. મિલ્કત અને વારસાઈ કાર્યોથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે. માત્ર સુર્ય શુક્રગ્રહનો બંધનયોગ હજુ મોજશોખ આળસવૃત્તિ અનુે વધુ પડતા આત્મ વિશ્વાસનો ત્યાગ કરવાનું સુચવે છે. તેથી મોટા પ્રલોભનોથી દુર રહેવું જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે, યાત્રા પ્રવાસ અને ધાર્મિક  કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શુક્રવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહો પ્રતિકુળ સમયની રચના કરે છે. માત્ર ગુરૂ ગ્રહનું જન્મ ચંદ્ર ઉપરનું ભ્રમણ રક્ષા કરે છે. અને નસીબના સહકારે યેનકેન પ્રકારે કાર્ય સફળતાના યોગ આપે છે. માત્ર જીદ્દી સ્વભાવનો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્ય્માં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મીત્રો આપના માટે ગોચરગ્રહોનું ભ્રમણનું જન્મના ચંદ્ર ઉપર શની કેતુ ગ્રહ અને રાહુ મંગળ બુધ ગ્રહની દ્રષ્ટિ નિરાશાઅને નિસ્ફળતા જ આપી શકે છે. જન્મના ગ્રહો અને ઈશ્વરના આર્શીવાદ હશે તો જ કાર્ય સફળતા મળી શકે છે. એકાગ્રતા કેળવવી ખુબજ જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ઉતાવળા નિર્ણયો ન કરવા પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને કાયદાકીય બાહબતોમા જામીનગીરીથી દુર રહેવુ યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતી અને કેતુ ગ્રહનો બંધનયોગ કાલ્પનીક ભય અને વિચારો માનસિક બળ આપે છે માત્ર માનસીક એકાગ્રતા અને મહત્વના નિર્ણયો અને કાર્યો સ્વહસ્તે કરશો તો નિષ્ફળતા ના સમયમા પણ સફળતા મેળવી મિલ્કત અને વારસાઈ કાર્યોમા સ્વહસ્તે નિર્ણયો કરવા જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મીત્રો આપના ગોચર ગ્રહોનું ભ્રામણ જન્મના ચંદ્રથી સૂર્ય શુક્રનો બંધનયોગ અને બુધ્ધી સ્થાનમાં રાહુ મંગળનો અંગાર યોગ નિર્ણય શક્તિમા નિર્બળતા આપે છે તેથી મહત્વના નિર્ણયો ા જો ઉતાવળ કરશો ન ધારેલી નિરાશા અને નિષ્ફળતા મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ઉતાવળા સાહસ ન કરવા પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદ થઈ શકે છે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મોક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી કેન્દ્ર સ્થાનમાં બુધ મંગળ રાહુ ગ્રહનું ભ્રમણ ન સમજાય ન સહેવાય તેવી પરિસ્થિતીનું નિર્માણ કરે છે માત્ર પરાક્રમ સ્થાનમાં સુર્ય ગ્રહ આત્મવિશ્વાસ જાળવી રાખશે તેમ છતા ધીરજ ધરવી જરૂરી છે. મીલ્કત અને વરસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની બાગીદારો અને વડીલોનો સહકાર મળશે. વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળે શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે.આપના માટે ગુરૂવારેના વ્રત અને ગણપતિનુ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

 

Previous articleતા.૦૧-૦૬-૦૧૯ થી તા.૨૭-૦૬-૧૯ દરમ્યાન બુધનાં મિથુન રાશિનાં ભ્રમણનું રાશિવાર ફળદર્શન
Next articleતાલુકા ફરિયાદ અને સંકલન સમિતિનાં સભ્યપદે દિલિપ જોશીની નિયુક્તિ