નંદકુંવરબા કોલેજની વિદ્યાર્થીનીઓ આજે આઈઆઈએમ ખાતે વર્કશોપમાં ભાગ લેશે

796
bvn2812018-22.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગન નંદકુંવરબા મહિલા કોલેજમાં બી.બી.એ. વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અમદાવાદ ખાતે ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) દ્વારા ડીજીટલ માર્કેટિંગ વિષય ઉપર આયોજીત વર્કશોપમાં ભાગ લેશે. 
ભાવનગર યુનિવર્સિટીમાંથી પ્રથમવાર નંદકુંવરબા મહિલા કોલેજની બી.બી.એ. વિભાગની એક સાથે ૬૬ વિદ્યાર્થીનીઓ આઈઆઈએમ ખાતે તા. ર૮મીને અમદાવાદ ખાતે ડિઝીટલ માર્કેટીંગ વિષય પર વર્કશોપમાં ભાગ લેશે.  વર્તમાન સમયમાં ભારત એકવીસમી સદી તરફ આગળ વધી રહ્યું ત્યારે આંગળીના ટેરવે વિશ્વની માહિતી મેળવી શકાય છે. આવા યુગમાં દરેક વસ્તુનું વેચાણ પણ ડીજીટલ થઈ રહ્યું છે. આજે દરેક કંપની કે મોલ દરેક પ્રોડકટનું વેચાણ ડીજીટલ પેમેન્ટથી કરે છે. આ ઉપરાંત તેનું માર્કેટિંગ પણ ડીજીટલ પદ્ધતી દ્વારા થાય છે. આજના આ ટેકનોલોજીકલ યુગમાં જુદી-જુદી કંપનીઓ પોતાનું વર્ચસ્વ જાળવવા ડીજીટલ માર્કેટિંગનો ભરપુર ઉપયોગ કરે છે. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્ર, રમતગમત ક્ષેત્ર કે પછી અન્ય કોઈ ક્ષેત્ર બધા માટે ડીજીટલ માર્કેટિંગએ મહત્વનો ભાગ બની ગયું છે. આ ડીજીટલ માર્કેટિંગ દ્વારા દુનિયાના કોઈપણ ખુણામાં બેઠા બેઠા તમારી વસ્તુ કે સંસ્થાની જાહેરાત કરી શકો છો. આ ડીજીટલ માર્કેટિંગના ઉપયોગથી આજે ઈન્ટરનેટ માધ્યમ દ્વારા વિવિધ કંપનીઓએ દુનિયામાં પોતાનું આગવું સ્થાન ઉભું કર્ય્‌ છે. તથા હાલના આપણા વડાપ્રધાનએ પણ ડીજીટલ માર્કેટિંગ દ્વારા વિવિધ યોજનાની જાણકારી દુનિયાના ખુણેખુણા સુધી પહોંચતી કરી છે. આ હેતુથી વર્તમાન વિદ્યાર્થીઓને આની જાણકારી મળી રહે માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. 

Previous articleદેવગાણા ગામે ફાયરીંગ કરનાર બે ઈસમો ચોટીલાથી ઝડપાયા
Next articleપાલીતાણા તાલુકાના રાજપરા (ઠા) પ્રા. શાળામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરાઈ