ગુજરાત સરકાર દ્વારા તાલુકા ફરિયાદ અને સંકલન સમિતિનાં બિન સરકારી સભ્ય તરીકે દિલીપ જોશીની વરણી કરાતા રાજુલા શહેરમાં ભાજપમાં હર્ષની લાગણી ઉદ્દભવી છે. આ વરણીને બ્રહ્મ સમાજ મયુરદાદા તથા પૂર્વ પ્રમુખ ચિરાગભાઇ જોશી, મનિષભાઇ, યુવા બ્રહ્મ સમાજ કાર્યકર જયશભાઇ દવે, મનોજભાઇ લોજવાળા બ્રહ્મસમાજ સંગઠનના આગેવાન પ્રવિણભાઇ ત્રિવેદી સહિતે હર્ષ અનુભવ્યો હતો. ગુજરાત રાજ્યના મંત્રી આર.સી.ફળદુ રાજુલાના પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકી અને જિલ્લા ભાજપના પ્રમુખ હિરેનભાઇ હિરપરા, જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઇ ખુમાણ સાથે પરામર્શ કરી બ્રહ્મસમાજના કાર્યશીલ આગેવાન દિલીપભાઇ જોસીની ગુજરાત સરકાર દ્વારા તાલુકા ફરિયાદ અને સંકલન સમીતિના બિનસરકારી સભ્ય તરીકે વરણી થયેલ છે.