રાજુલા કાર્યકારી નગરપાલિકા પ્રમુખ ભરતભાઇ સાવલીયા અને ચીફ ઓફિસર દ્વારા ૭૦ વર્ષના કચરાનો ડુંગર હટાવી વિકાસના કામોને વેગ અપાયો છે. રાજુલા આગરીયા જકાતનાકા પાસે ૭૦ વર્ષથી ઠલવાતો આખા શહેરનાં માથું ફાડી નાખે તેવી દુર્ગંધ મારતા કચરાનો ડુંગરને જીસીબી દ્વારા માથે ઉભા રહી હટાવતા શહેરીજનોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. નગરપાલિકા ચીફ ઓફિસર ઉદયભાઇ નસીત નગરપાલિકા પ્રમુખ ભરતભાઇ સાવલીયા અને તેના કર્મચારીઓ સ્ટાફ સાથે સતત ચાર દિવસથી ૭૦ વર્ષની ગંદકી કાઢી રહ્યા છે. અને આવતા સમયમાં રાજુલાની ઓળખ કાંઇક જુદી હશે. તેવો ભરતભાઇ જેવા પ્રમુખ ઉપર સૌનો ભાવ જોવા મળે છે. આવા પ્રમુખ જો નગરપાલિકામાં બેસે તો એક લાખની જનતાને રાજુલાનો એક એક વિકાસના બેજ પર જરૂરી ક્રાંતિ લાવી શકે જોઇએ આગામી ૪ તારીખે નગરપાલિકાના જનરલ બોર્ડની મીટીંગમાં શું થાય છે કોંગ્રેસ પક્ષ બાજી મારે તો ભરતભાઇ સાવલીયાને યથાવત રાખવા લોકમાંગ ઉઠી છે.