જાફરાબાદ ખાતે ટાઉન હોલ માં તાજેતરમાં મનીષભાઈ સંઘાણીને અમરેલ જિલ્લા સહકારી સંઘ નાં પ્રમુખ તરીકે વરણી થતાં જાફરાબાદ ના યુવા અને મધ્યસ્થ સહકારી બેંક ના નવા વરાયેલા ડિરેક્ટર યોગેશભાઈ જીણાભાઇ બારૈયા દ્વારા મનીષભાઇ સંઘાણી ને આવકારતા સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.આ કાર્યક્રમ માં દરેક સમાજના આગવાનોએ ઉપસ્થિત રહ્યા હતાં.અને મનીષભાઇ સંઘાણી નું ફૂલહાર તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ હતું.આ સન્માન સમારોહ માં જીવણભાઈ બારૈયા તેમજ કરનભાઇ પટેલ, પ્રવીણભાઈ બારૈયા , પાંચાભાઈ, દિનેશભાઇ, જયેશભાઈ ઠાકર, કમલેશ બારૈયા ,પુરોહિત ભાઈ, રમેશભાઈ ચુડાસમા તથા યોગેશ ભાઈની ટીમ તેમજ એનજીઓ તરફ થી એચ એમ ઘોરી તથા આરટીઆઇ એકટીવિસ્ટ ભરત બારૈયા તથા કિશોર સોલંકી તેમજ સીદુભાઈ થૈયમ અને કાસમ ભાઈ ખોખર તથા લાયન્સ ગ્રુપ ના સભ્યો. જેવા તમામ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહેલ હતાં. સૌએ શુભેશાછા પાઠવી હતી.આ કાર્યક્રમ દબદબા પૂર્વક સમાપન થયું હતું. કાયર્ક્રમ નું સફળ સંચાલન મહેશભાઈ રાજ્યગુરૂ એ કર્યુ હતું.