ગીરમાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ તુલસીશ્યામ મંદિરનાં દિવંગત મહંત પૂ.ભોળાદાસબાપુની પમી પૂણ્યતિથીની ભાવભેર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ભગવાન શ્યામને વંદના સાથે સત્યનારાયણદેવની કથા તથા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા.
તુલસીશ્યામ મંદિરનાં ટ્રસ્ટી પ્રતાપભાઇ વરૂએ આ પ્રસંગે દિવંગત પૂ.ભોળાદાસબાપુની સ્મૃતિઓ વાગોળી જણાવ્યું હતું કે પૂ.બાપુનો તુલસીશ્યામ તીર્થધામ પ્રત્યેનો લગાવ, સેવા ભાવના અને ભક્તિ અજોડ હતી. તેઓની ખોૅટ આજે પણ સાલે છે. તેમ જણાવી ભાવુક બની પૂ.બાપુને શ્રદ્ધાંજલી અર્પી હતી. પૂ.બાપુની તિથી પ્રસંગે બાબરીયાવાડના આગેવાનો, ભાવિકો અને શ્યામ પરિવારની ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે હનુમંત ધૂન સેવા મંડળ – વાવેરાના યુવાનોએ હનુમાન ચાલીસા તથા સ્તુતિ અને ભજનની પ્રસ્તુતિ કરી માહોલને ભક્તિમય બનાવેલ. આજના દિવસે પ્રતાપભાઇ વરૂ – માણશા તરફથી ભગવાન શ્યામસુંદરને રાજભોગ ધરાવવામાં આવેલ