ભાવનગરના પ્રભુદાસ તળાવમાં બેકાબુ બનેલા કાર ચાલકે મોટર સાયકલ અને એકટીવા સ્કુટરને અડફેટે લેતા મોયર સાયકલ સવાર યુવાનનું બનાવ સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એકટીવા સ્કુટર ચાલકને ગંભીર ઇજા થઇ હતી.
ભાવનગરના પ્રભુદાસ તળાવ સર્કલ પાસે પૂરપાટ ઝડપે જઇ રહેલા કાર ચાલકે મોટર સાયકલ અને એકટીવા સ્કુટરને અડફેટે લેતા મોટર સાયકલ પર જઇ રહેલા શહેરના જમનાકુંડ, વાલ્મીકી વાસમાં રહેતા સુધીરભાઇ રમેશભાઇ દાઠીયાનું બનાવ સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એકટીવા સવાર આનંદનગરમાં રહેતા રાજુભાઇ ભૂપતભાઇ બારૈયાને ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે. વાહનને અડફેટે લીધા બાદ થાંભલા સાથે કાર અથડાવી કાર ચાલક ફરાર થઇ ગયેલ હતો. આ બનાવની જાણ થતાં બી ડીવીઝન પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયેલ અને તપાસ હાથ ધરી હતી. અકસ્માતના બનાવ સ્થળે લોકો એક્ઠા થઇ ગયા હતા. બી ડીવીઝન પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આગળ હાથ ધરી છે.