પેરિસમાં રમાઈ રહેલી વર્ષની બીજી ગ્રાન્ડસ્લેમ ફ્રેંચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં ટોચના ખેલાડીઓએ તેમની આગેકૂચ જારી રાખી છે. જો કે પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે રમાતી ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની હજુ સુઘીની સૌથી લાંબી મેચો પૈકીની એકમાં વાવરિન્કાએ જોરદાર વાપસી કરીને પોતાની મેચ જીતી લીધી હતી. વાવરિન્કાએ પાંચ કલાક અને નવ મિનિટ સુધી ચાલેલી મેચમાં સિતસિપાસ પર શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં વાવરિન્કાએ સિતસિપાસ પર ૭-૬, ૫-૭, ૬-૪, ૩-૬, ૮-૬થી જીત મેળવી હતી. અન્ય મેચોમાં ૧૧ વખતના વિજેતા રાફેલ નડાલ અને રોજર ફેડરરે પોતાની મેચ જીતીને અંતિમ ૧૬માં એન્ટ્રી કરી લીધી હતી. કરોડો ટેનિસ ચાહકોને હવે ૯મી જૂન સુધી ભારે રોમાંચની સ્થિતિ જોવા મળશે. ફ્રેન્ચ ઓપનની આ ૧૨૩મી એડિશન હોવાથી રોમાંચકતા વધારે છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આંકડો ૪૨૬૬૧૦૦૦ યુરોનો છે. ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમાતી સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધા છે અને વર્ષની બીજી ગ્રાન્ડસ્લેમ તરીકે તેને ગણવામાં આવે છે. ફ્રેન્ચ ઓપનમાં દર વર્ષે સિંગલ્સ, ડબલ્સ, મિક્સ ડબલ્સ, જુનિયર, વ્હીલચેર સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ક્લે કોર્ટ પર રમાતી આ સ્પર્ધાનું ખાસ મહત્વ રહેલું છે. વર્તમાન ચેમ્પિયનમાં પુરૂષ વર્ગમાં રાફેલ નડાલ અને મહિલા વર્ગમાં સિમોના હેલેપ છે. પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે દર વર્ષે આનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટ ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન દ્વારા ચલાવવામાં આવે છે. ગ્રાન્ડસ્લેમની કેટેગરી હેઠળ તે ગણાય છે. ટુર્નામેન્ટમાં પુરૂષ અને મહિલા સિંગલ્સ વર્ગ, ડબલ્સ ડ્રોની જાહેરાત કરવામાં આવે છે. ૨૨થી વધુ કોર્ટ ઉપર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ મુખ્ય શો કોર્ટ છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આ વખતે પુરૂષોના વર્ગમાં સિંગલ્સ વિજેતા અને મહિલા સિંગલ્સ વિજેતાને એક સમાન ઈનામી રકમ આપવામાં આવનાર છે. આ વખતે પુરુષો અને મહિલા વર્ગ ઉપરાંત હમેશની જેમ જ મિક્સ્ડ ડબલ્સ, મહિલા ડબલ્સ અને પુરુષ ડબલ્સ પણ રમાનાર છે. ગયા વર્ષ કરતા આ વખતે ઇનામી રકમમાં આઠ ટકાનો વધારો કરાયો છે.મહિલાઓના વર્ગમાં અપસેટ સર્જાવવાનો સિલસિલો જારી રહ્યો છે. મહિલા વર્ગમાં તમામ ટોપ ખેલાડી હાર ગઇ છે જેથી આ વખતે કોઇ નવી ચેમ્પિયન બનશે. કારણ કે સ્ટાર ખેલાડી હારી રહી છે.મહિલાઓના વર્ગમાં મોટા અપસેટ સર્જાવવાનો સિલસિલો જારી રહ્યો છે. ત્રણ વખતની ચેમ્પિયન સેરેના વિલિયમ્સની પણ અમેરિકાની સોફિયા સામે હાર થતાં મોટો અપુસેટ સર્જાયો છે. ૧૦માં ક્રમાંકિતિ ખેલાડી તરીકે મેદાનમાં ઉતરેલી ૩૭ વર્ષીય સેરેના વિલિયમ્સની ૨૦ વર્ષીયા ખેલાડી સોનિયા સામે ૬-૨સ ૭-૫થી હાર થઇ છે. આ હારનો મતલબ એ થયો કે સેરેના વિલિયમ્સ હજુ માર્ગારેટ કોર્ટના ૨૪ ગ્રાન્ડસ્લેમ જીતવામાં સપના સુધી પહોંચવાની તેની ઝુંબેશ જારી રાખશે. મુગુરુઝા પર આ વખતે હારી ગઇ છે. વર્ગમાં મોટા અપસેટ સર્જાવવાનો સિલસિલો જારી રહ્યો છે. ત્રણ વખતની ચેમ્પિયન સેરેના વિલિયમ્સની પણ અમેરિકાની સોફિયા સામે હાર થતાં મોટો અપુસેટ સર્જાયો છે.
૧૦માં ક્રમાંકિતિ ખેલાડી તરીકે મેદાનમાં ઉતરેલી ૩૭ વર્ષીય સેરેના વિલિયમ્સની ૨૦ વર્ષીયા ખેલાડી સોનિયા સામે ૬-૨સ ૭-૫થી હાર થઇ છે. આ હારનો મતલબ એ થયો કે સેરેના વિલિયમ્સ હજુ માર્ગારેટ કોર્ટના ૨૪ ગ્રાન્ડસ્લેમ જીતવામાં સપના સુધી પહોંચવાની તેની ઝુંબેશ જારી રાખશે. પુરુષોના વર્ગમાં નજીવા ફેરફાર થઇ રહ્યા છે.
પ્રથમ ક્રમાંકિત ખેલાડી નાઓમી ઓસાકાની સતત ત્રીજી ગ્રાન્ડસ્લેમ જીતવા માટેની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. જાપાનની ખેલાડી અને હાલમાં નંબર વન તરીકે મેદાનમાં ઉતરેલી ઓસાકાની તેની હરિફ સામે સીધા સેટોમાં ૬-૪, ૬૨થી હાર થઇ છે. તેની ચેકગણરાજ્યની કેટરીના સિન્યાકોવા સામે હાર થતાં મોટો અપસેટ સર્જાયો છે. બીજી બાજુ ત્રીજી ક્રમાંક ખેલાડી સિમોના હેલેપે પોતાની હરીફ ખેલાડી ઉપર સીધા સેટોમાં ૬-૨, ૬-૧થી જીત મેળવીને આગેકૂચ જારી રાખી છે. દરમિયાન ગ્રીસના ખેલાડી સિસ્તીપાસની મોટી સિદ્ધિ થઇ ગઇ છે. કારણ કે, રોલેન્ડ ગેરોસ ખાતે રમાઈ રહેલી ફ્રેંચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં બીજા સપ્તાહમાં પહોંચનાર તે છેલ્લા ૮૩ વર્ષમાં પ્રથમ ગ્રીક ખેલાડી બની ગયો છે. પ્રથમ ક્રમાંકિત ખેલાડી જોકોવિક અંતિમ ૧૬માં પહોંચી ગયો છે. તે બીજી વખત તમામ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહ્યો છે. તેની પોતાના હરિફ ખેલાડી પર એક તરફી જીત થઇ હતી. આ ઉપરાંત ટોચના ખેલાડીઓએ તેમની જીત