સારા અલી ખાનની બાબતો પસંદ છે : કાર્તિકની કબુલાત

485

કાર્તિક આર્યન નામ હાલમાં બોલિવુડમાં ચારેબાજુ છવાયેલુ છે. કેટલાક લોકો તો તેને યુવા દિલોની  ધડકન તરીકે ગણે છે. કેટલાક મોસ્ટ વોન્ટેડ મુન્ડા તરીકે પણ તેને ગણે છે. ગ્વાલિયર જેવા નાના શહેરથી ગ્લેમરની દુનિયામાં પહોંચેલા આર્યનને શરૂઆતના દિવસોંમાં કેટલીક તકલીફનો સામનો કરવો પડ્યો હતો. તેને શરૂઆતમાં કોઇ સારી ફિલ્મો મળી રહી ન હતી. સ્ટારડમથી પહેલા તે સંઘર્ષ કરતો રહ્યો હતો. જો કે ગયા વર્ષે તેની ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મ રજૂ કરવામા ંઆવ્યા બાદ તેની લાઇફ બદલાઇ ગઇ છે. તેનુ કહેવુ છે કે હાલમાં તેની પાસે તમામ સારી ફિલ્મો આવી રહી છે. તેની પ્રથમ ફિલ્મ પ્યાર કા પંચનામા  હતી. પંચનામા ટુ પહેલા કરતા મોટી ફિલ્મ હતી. ત્યારબાદ સોનુ કે ટીટુ કી સ્વીટી તેના કરતા પણ મોટી ફિલ્મ સાબિત થઇ હતી. તેનુ કહેવુ છે કે સાત વર્ષના ગાળા બાદ તેને સારી સફળતા મળવા લાગી છે. બોલિવુડમાં નવી અભિનેત્રીઓ તેને ખુબ પસંદ કરે છે. જેમાં સારા અલી ખાન અને અનન્યા પાન્ડેનો સમાવેશ થાય છે. તેનુ કહેવુ છે કે અનન્યા સાથે તે એક ફિલ્મ કરી રહ્યો છે જેના કારણે તેને વર્ક ફ્રન્ટ પર મળ્યો છે. તે ખુબ કુશળ સ્ટાર છે. તે તેની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર -૨ સાથે બોલિવુડમાં  એન્ટ્રી થઇ ગઇ છે.   તે પતિ પત્નિ અને વોમાં નજરે પડનાર છે. અનન્યાની ખુબસુરતીની પ્રશંસા કરતા તે થાકતો નથી. તેનુ કહેવુ છે કે સારા અલી ખાન દ્વારા તેને લઇને કરવામાં આવેલી પ્રતિક્રિયાથી ખુશ છે તે સારા અલી ખાનની બાબતોને પસંદ કરે  છે.  સારા એક વખત હાલમાં કહી ચુકી છે કે તે આર્યનની સાથે ડેટ પર જવાનુ પસંદ કરે છે. કાર્તિક પાસે કોકટેલ-૨ ફિલ્મ રહેલી હોવાનુ જાણવા મળ્યુ છે.

Previous articleફ્રેન્ચ ઓપન : વાવરિન્કાની અંતે મેરાથોન મેચમાં જીત
Next articleબાંગ્લાદેશની ટીમ હરિફોને  હંફાવવા માટે સંપૂર્ણ તૈયાર