ભાવનગર જિલ્લાના જાણીતા સ્થળ શેત્રુંજી ડેમ ખાતે તાજેતરમાં શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળા ખાતે નવનિર્મિત પ્રવેશદ્વારના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કલાત્મક અને નાવિન્યપુર્ણ પ્રવેશદ્વારના ઉદ્દઘાટનમાં દાતા પરમાણંદભાઈ અમૃતલાલ શાહ -મુંબઈ સહિતના શિક્ષણપ્રેમી દાતાઓની હાજરી રહી હતી.
તળાજા-પાલિતાણા માર્ગ પર આવેલી શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના સુશિલાબેન પરમાણંદભાઈ શાહ પ્રવેશદ્વાર માટે શિક્ષણ પ્રેમી પરમાણંદભાઈ શાહ પ્રવેશદ્વાર માટે શિક્ષણપ્રેમી પરમાણંદભાઈ શાહ પરિવારનો સહયોગ રહ્યો હતો. ર૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને યોજાયેલ આ ઉદ્દઘાટન કાર્યક્રમમાં સતિષભાઈ, યોગેશભાઈ સહિત મુંબઈ સ્થિત વતનપ્રેમી શ્રેષ્ઠીઓની પ્રેરક હાજર રહી હતી. શેત્રંજી ડેમના પુ. અતિતબાપુ, ભાસ્કરભાઈ જોષી, નિવૃત પી.એસ.આઈ. લાખુભા ગોહિલ, કૃષ્ણપરી ગોસ્વામિ, કે.બી.ગોસ્વામિ તેમજ ઉત્તરબુનિયાદી વિદ્યાલય, કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય શાળા પરિવાર, શીક્ષકો, ગ્રામજનો, ભૂતપુર્વ વિદ્યાર્થીઓ, શાળાના બાળકો હાજર રહ્યા હતાં.