અર્જુન કપુર અને પરિણિતી દિબાન્કરની ફિલ્મમાં રહેશે

540

અર્જુન કપુર અને પરિણિતી ચોપડાની જોડી ફરી એકવાર સાથે જોવા મળનાર છે. દિબાન્કર બેનર્જીની ફિલ્મ સંદીપ ઔર પિન્કી ફરાર નામની ફિલ્મમાં આ જોડી દેખાશે. જો કે આ ફિલ્મની રજૂઆતને લઇને હાલમાં સસ્પેન્સની સ્થિતી છે.

આ ફિલ્મ કાર્યક્રમ મુજબ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર હતી પરંતુ હાલ અટવાઇ પડી છે. આ જોડી છ વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર સાથે નજરે પડનાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ આ બન્ને આ વખત દિબાકર બેનર્જીની એક્શન-રોમાન્સ ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યા છે. આ સંબંધમાં નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. પાંચ વર્ષ અગાઉ અર્જુન કપુરને ફિલ્મ ઇશ્કજાદેમાં તેની ભૂમિકા બદલ ભારે પ્રશંસા મળી હતી.

આ એક્શન ફિલ્મ બાદ તે રાતોરાત સ્ટાર બની ગયો હતો. ફિલ્મમાં પરિણિતી ચોપડાને પણ કેટલાક એવોર્ડ મળ્યા હતા. છેલ્લા છ મહિનાથી ફિલ્મ પાઇપલાઇનમાં હતી. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં દિબાકરે અર્જુન કપુર સાથે વાતચીત કરી હતી.

બન્નેની વચ્ચે ફિલ્મની પટકથાને લઇને વાતચીત થઇ હતી. અર્જુન કપુરને પ્રથમ વખતમાં જ ફિલ્મની પટકથા પસંદ પડી હતી. ત્યારબાદ તરત જ અર્જુન કપુર અને દિબાકર વચ્ચે ફિલ્મને લઇને તમામ વાત થઇ હતી.

દિબાકર હજુ ફિલ્મની પટકથાના  ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છે. પરિણિતીને ફિલ્મમાં લેવાનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. ફિલ્મમાં અર્જુન કપુર હરિયાણાના પોલીસ અધિકારીની ભૂમિકા અદા કરનાર છે.

તમામ લોકો સારી રીતે જાણે છે કે અર્જુન કપુર અને પરિણિતી વચ્ચે વર્ષોથી ખુબ સારી મિત્રતા પણ રહી છે. અર્જુન કપુર અને પરિણિતી હાલમાં નમસ્તે લંડન નામની ફિલ્મમાં પણ દેખાયા હતાઆ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ હતી.

Previous articleબાંગ્લાદેશની ટીમ હરિફોને  હંફાવવા માટે સંપૂર્ણ તૈયાર
Next articleહવે સિદ્ધાર્થ મલહોત્રા વિક્રમ બત્રાની બાયોપિકમાં દેખાશે