૩૦ કંપનીઓના શેર આધારિત સેંસેક્સ ૫૫૩ પોઇન્ટ ઉછળીને ૪૦૨૫૩.૨૩ની સપાટી પર બંધ રહ્યો હતો. આ અગાઉ ૨૩મી મેના દિવસે રેકોર્ડ ૪૦૧૨૧ની સપાટીને સ્પર્શ કરી હતી. સેંસેક્સે ૪૦૦૦૦ હજારની સપાટી કુદાવી દીધી હતી. નિફ્ટીએ ૧૬૫ પોઇન્ટના ઉછાળા સાથે રેકોર્ડ ૧૨૦૮૧ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીએ પણ રેકોર્ડ ૧૨૦૦૦ની સપાટી કુદાવી દીધી હતી. કારોબાર દરમિયાન સેંસેક્સ ૪૦૩૦૮ની સપાટી સુધી પહોંચ્યો હતો. કારોબાર સત્રના પ્રથમ દિવસે એટલે કે સોમવાર સેંસેક્સ તેજી સાથે ખુલ્યો હતો. બીએસઈ સેંસેક્સમાં હિરોમોટોના શેરમાં સૌથી વધુ ૩.૪૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. એશિયન પેઇન્ટ્સ ૨.૪૮ ટકા, બજાજ ઓટોમાં ૧.૯૩ ટકા, હિન્દુસ્તાન લીવરમાં ૧.૪૯ ટકા અને ભારતી એરટેલના શેરમાં ૧.૧૮ ટકા સુધી ઉછાળો નોંધાયો હતો. કારોબાર દરમિયાન તે ૪૦,૩૦૮ સુધી પહોંચ્યો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ ૧૬૫ અંક પર ૧૨,૦૮૮ની સપાટીએ થયું હતું. ઈન્ટ્રા-ડેમાં તે ૧૨,૧૦૩.૦૫ સુધી ચઢ્યો હતો. સેન્સેક્સ પ્રથમ વાર ૪૦,૦૦૦ની ઉપર અને નિફ્ટી ૧૨,૦૦૦ની ઉપર બંધ થયો છે. બંને ઈન્ડેક્સનો ઈન્ટ્રા-ડે પણ અત્યાર સુધીના રેકોર્ડ છે. સેન્સેક્સના ૩૦માંથી ૨૫ અને નિફ્ટીના ૫૦માંથી ૪૨ શેરમાં તેજી જોવા મળી. હીરો મોટોકોર્પના શેરમાં ૫.૫ ટકા અને એશિયન પેન્ટમાં ૩.૫ ટકાનો ઉછાળો આવ્યો.
ટાટા સ્ટીલમાં ૨ ટકા, પાવર ગ્રીડ અને હિંદુસ્તાન યૂનીલીવરમાં ૧.૫-૧.૫ ટકાનો વધારો નોંધાયો. બીજી તરફ ઓએનજીસીમાં ૧.૫ ટકા અને એસબીઆઈમાં ૦.૫ ટકા ઘટાડો જોવા મળ્યો. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટી ગુરુવારે વ્યાજ દરોની જાહેરાત કરશે. એનાલિસ્ટોનું કહેવું છે કે જીડીપી ગ્રોથ રેટમાં ઘટાડો જોતા રિઝર્વ બેન્ક ફરીથી પ્રમુખ દરોમાં કાપ મૂકી શકે છે. આરબીઆઈ એ ગત બે બઠકમાં રેપો રેટ ૦.૨૫-૦.૨૫ ટકા ઘટાડ્યો હતો.