પુનિતવનની કાયાપલટ કરી વધુ સારુ બનાવાશે

515

ગાંધીનગરના જ રોડ ઉપર આવેલા પુનિતવન તેના રાશિ આધારિત ફુલ અને રોપાના કારણે પ્રખ્યાત છે. ત્યારે વધુમાં વધુ સહેલાણીઓ આ પુનિતવનનો લાભ લે તે માટે વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. વિવિધ પ્રકારના પ્લાન્ટેશન અહીંની રોનક વધુ નિખારવાનો પ્રયત્ન કરવામાં આવશે. તો સરિતા ઉદ્યાનની જેમ પુનીત વનની કાયાપલટ કરવાનો એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

સેક્ટર-૧૯ની સામે એકાંતવાળી જગ્યામાં વર્ષ ૨૦૦૫માં પુનિતવન બનાવવામાં આવ્યું હતું. આ પુનિતવનમાં સ્થાનિકો સવાર સાંજ ચલાવા અને કસરત કરવા આવે છે. એટલું જ નહીં કેટલાક સહેલાણીઓ પણ અહીં આવે છે. ત્યારે ૧૨ રાશિ પ્રમાણે વિવિધ રોપા અને ફુલની વિશિષ્ટતા આ વનમાં છે. વ્યક્તિની રાશી પ્રમાણે તેને કહ્યું વૃક્ષ ઉછેરવું જોઇએ. તેની પણ અહીં માહિતી છે. રાજ્યમાં આ પ્રકારનું આ પ્રથમ વન છે તેમ છતાં તેની ખ્યાતી પ્રસરી નથી.

તેથી હવે આ વનમાં વિવિધ રોપાઓ ઉછેરીને તેને વધુ નયનરમ્ય બનાવવાનો પ્રયત્ન આગામી દિવસમાં કરવામાં આવનાર છે. એકાંતવાળી જગ્યાએ આ વન હોવાના કારણે ઘણા ગાંધીનગરાઓને પુનિત વન અંગે માહિતી નહીં હોય ત્યારે આ જગ્યાને સરીતા ઉદ્યાનની જેમ ડેવલોપ કરવાનો પણ એક પ્લાન બનાવવામાં આવ્યો છે.

જેથી ગાંધીનગર ઉપરાંત અમદાવાદ સહિત આસપાસના સહેલાણીઓ આ વનનો લાભ લઇ શકે જો કે હાલ અધિકારીકક્ષાએ આ પ્લાન છે. ત્યારે સેક્ટર-૧૯માં રહેતા ઉચ્ચઅધિકારીઓ અને સ્થાનિકો દ્વારા જ આ વનને વધુ ડેવલોપ નહીં કરવાના પ્રયત્નો કરવામાં આવશે.

Previous articleજિલ્લાનો ૫૮૫ હેક્ટર વિસ્તાર હરિયાળો બનાવવા ૪.૬૩ લાખ રોપાઓની વાવણી
Next articleગાંધીનગરમાં પ્રથમવાર તાપમાન ૪પ ડિગ્રી : આજે વાદળા નિકળતાં રાહત ઉકળાટ યથાવત