ભારતવર્ષના ૬૯માં પ્રજાસત્તાક પર્વની બોટાદ ખાતે જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. રાજયના મત્સય ઉદ્યોગ રાજયમંત્રી પરસોત્તમ સોલંકીએ રાષ્ટ્રભકિતના અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. તેમણે ઉપસ્થિત સર્વેને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે બોટાદ જીલ્લા કલેકટર સુજીત કુમારે જણાવ્યું હતું કે, રાજય સરકાર પારદર્શિતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતા સાથે કાર્ય કરીર હી છે. રાજય સરકારે લોકાભિમુખ વહિવ્ટ થકી લોક કલ્યાણ માટે લોકોના ઘર આંગણે જઈને તેમના પ્રશ્નો દુર કરવાનો સંવેદનશીલ પ્રયાસો કર્યો છે. જેના પરિણામે ગુજરાત આજે વિકાસની નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે.
તેમણે શાંતિ- સદભાવ થકી રાજય રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બની સ્વચ્છતાના કાર્ય દ્વારા રાજયને સ્વચ્છ બનાવવા અનુરોધ કર્યો હતો. કલેકટરએ સમગ્ર રાજયની સાથે બોટાદ જિલ્લામાં હાથ ધરાયેલ લોક કલ્યાણકારી કાર્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, રાજયના વિકાસની સાથે બોટાદ જિલ્લાને પણ વિકાસક્ષેત્રે અગ્રેસર બનાવવા જિલ્લા વહિવટી તંત્ર કટીબધ્ધ બની કાર્ય કરી રહ્યું છે. બોટાદ જિલ્લામાં રાજય સરકારની વિવિધ યોજના અન્વયે જન સુખાકારી અર્થે હાથ ધરાયેલ વિકાસ કાર્યો ઉપરાંત પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત જિલ્લાના ૧.૬૧ લાખ લોકોના બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના હેઠળ પ૧,ર૩૭ લાભાર્થીઓ અને પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજનાના ૧૪,ર૬૧ લાભાર્થીઓને પણ વીમા કવચથી આવરી લેવામાં આવ્યા છે. બોટાદ જિલ્લો બન્યા બાદ આ જિલ્લાને વિકાસના શિખરે પહોંચાડવા રાજય સરકાર દ્વારા જિલ્લામાં અનેકવિધ સરકારી ભવનોની સાથે વિકાસના અનેક કામો સમયમર્યાદામાં પુર્ણ કરવામાં આવ્યા છે.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા રોજગાર કચેરી, પશ્ચિમ ગુજરાત વીજ કંપની, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આરોગ્ય, સુરક્ષા સેતુ સોસાયટી, જિલ્લા ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહિતના વિવિધ વિભાગની કામગીરીને પ્રદર્શિત કરતા ટેબ્લોઝ તથા દેશભકિતના ગીતોની ધુન સાથેના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયા હતાં.
આ પ્રસંગે મંત્રી તથા મહાનુભાવોના હસ્તે હસ્તે ૧૦૮ના કર્મચારીઓનું તેમજ રમતવીરોનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે રાજય સરકાર વતી મંત્રીના હસ્તે બોટાદના વિકાસ માટે રૂપિયા રપ લાખની રકમનો ચેક જિલ્લા કલેકટરને અર્પણ કરવામાં આવ્યો હતો. ૬૯માં પ્રજાસ્તાક પર્વની ઉજવણી પ્રસંગે બોટાદના પુર્વ ધારાસભ્ય ડો.ટી.ડી. માણિયા, નગરપાલિકાના પ્રમુખ બીનાબેન મહેતા, જિલ્લા વિકાસ અધિકારી, હિતેષ કોયા, જીલ્લા પોલીસ અધિક્ષક સજજનસિંહ પરમાર, મદદનીસ કલેકટર જીન્સી વિલીયમ્સ, નિવાસી અધિક કલેકટર બી. વી. લીંબાસીયા, પ્રાંત અધિકારી વાળા સહિત જિલ્લાના આગેવાનો, વિવિધ સંસ્થાના પદાધિકારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
Home Uncategorized બોટાદ ખાતે જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજયના પશુપાલનમંત્રીના હસ્તે ધ્વજવંદન કરાયું