પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને ભાજપની લડાઇ આકરી થઇ ગઇ છે. હવે બંનેની વચ્ચે એક બીજાની પાર્ટી ઓફિસો પર કબ્જો કરવાની મારામારી શરૂ થઇ ગઇ છે. ઉત્તર ૨૪ પરગના જિલ્લામાં ખુદ મમતાએ ભાજપ ઓફિસનું તાળું તોડવા પહોંચ્યા. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)નો દાવો છે કે આ તેમની ઓફિસ છે જેના પર ભાજપ એ કબ્જો કરી લીધો હતો. ભાજપની ઓફિસ પર કબ્જો કર્યા બાદ મમતાએ પોતાની સામે જ સફેદ રંગ રંગયો. ત્યારબાદ મમતા એ ખુદ દિવાલ પર પોતાની પાર્ટીનું ચિન્હ પેઇન્ટ કરાવ્યું અને પાર્ટીનું નામ પણ લખ્યું. મમતાનો આરોપ છે કે ટીએમસની આ ઓફિસ પર ભાજપે કબ્જો કરી લીધો હતો. હવે મમતાને નેતૃત્વમાં ટીએમસી એ ફરીથી આ ઓફિસ પર પોતાનો કબ્જો જમાવી લીધો છે.
મમતા બેનર્જી માનસિક સંતુલન ગુમાવી બેઠા છેઃ કૈલાશ વિજયવર્ગીય
બીજીબાજુ ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયનું કહેવું છે કે મને નથી લાગતું કે આ સામાન્ય સ્થિતિ છે. તેમનું માનસિક સંતુલન બગડી ગયું છે. નહીં તો એક જવાબદાર મુખ્યમંત્રી દ્વારા આ પ્રકારની હરકતો મારા માટે ખૂબ જ આશ્ચર્યની વાત છે. આપને જણાવી દઇએ કે નૈહાટીમાં મમતાની સામે કેટલાંક લોકો એ જય શ્રીરામના નારા લગાવ્યા હતા.
મમતાએ પોલીસને કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. અડધા ડઝનથી વધુ લોકોની ધરપકડ કરાઇ હતી.