ભારત દેશને આઝાદી પ્રાપ્ત થયેલ ૭૦ વર્ષના વ્હાણા વિતી ચુક્યા છે. આ આઝાદી બાદ લોકસત્તાનું સુકાન અને પાર્ટીઓએ સંભાળ્યું પરંતુ આદિકાળથી પડકારરૂપ ગરીબી, નિરીક્ષરતા સહિતના પડકારો સામે સરકાર-પ્રજા પરાસ્ત છે. મહાનગરોથી લઈને અંતરીયાળ નાના-સરખા કસ્બામાં વસતી દિન પ્રજાના સંતાનો સાક્ષરતાથી આજે પણ વંચીત છે. જેના અનેક પુરાવાઓ મોજુદ છે ત્યારે શહેરની એક અગ્રગણ્ય સ્કુલના ગ્રાઉન્ડ બહાર ગરીબ માવતરના સંતાનો અમીર અને સાધન સંપન્ન લોકોના બાળકોને સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલ પરેડનું જીજ્ઞાશાવશ નિહાળતા નજરે ચડી રહ્યાં છે.