ગુજરાતને દ એવોર્ડ ઓફ એક્સેલન્સ એવોર્ડ એનાયત

548

રાજ્યના નાગરિકોના જમીન-વિવાદને લગતા કેસોનું ઝડપથી નિકાલ આવે અને રેકોર્ડ ઝડપથી ઉપલબ્ધ બને તે માટે રાજ્ય સરકારે ઈ-ગવર્નન્સના માધ્યમ દ્વારા ટેકનોલોજી થકી ઓનલાઈન સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે. રાજ્ય સરકારની પારદર્શક નીતિ અને હકારાત્મક અભિગમને પરિણામે ગુજરાતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્ય સરકારના પ્રયાસોને કેન્દ્ર સરકાર સહિત વિવિધ રાજ્યોએ પણ બીરદાવ્યા છે. તાજેતરમાં રાજ્ય સરકારના મહેસૂલી કેસોના મેનેજમેન્ટ માટે અમલી કોમ્પ્યુટરાઇઝ્‌ડ કેસ મોનીટરીંગ સીસ્ટમ પ્રોજેક્ટને ઝ્રજીૈં દ્ગૈરૈઙ્મીહં ી-ર્ખ્તદૃીહિટ્ઠહષ્ઠી છુટ્ઠર્િઙ્ઘઃ૨૦૧૮ તરીકે પસંદગી કરાઈ છે, અને હૈદરાબાદ ખાતે તત્કાલીન અધિક સચિવ વિકટર મેકવાન દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને એવોર્ડ નિદર્શન કરાવતા મુખ્યમંત્રીએ શુભેચ્છા આપી અભિનંદન પાઠવ્યા હતા, અને પ્રજાકીય કામો માટે મહત્વનો આ પ્રોજેક્ટ વધુને વધુ લોકભોગ્ય બને તે માટે અનુરોધ કર્યો હતો. તેમણે ડીજીટલ ઇન્ડિયા અભિયાન અને રાજ્ય સરકારની પારદર્શી નીતિ દ્વારા નાગરિકોએ તેમના હક્કો સત્વરે મળી રહ્યા છે તેનો વ્યાપ વધારવા પણ સુચના કર્યા હતા. એવોર્ડ અંગે વધુ વિગતો આપતા મહેસૂલ વિભાગના અધિક સચિવ (વિવાદ) નલિન ઉપાધ્યાયે જણાવ્યું હતું.

કે, ઝ્રઝ્રસ્જી પ્રોજેકટનો અમલ એસએસઆરડી-ખાસ સચિવ, મહેસુલ વિભાગ(અપીલ)ની કચેરી, અમદાવાદ ખાતે મે-૨૦૧૫થી શરૂ કરીને કામગીરી ઓનલાઇન કરાઇ હતી. જેના પરિણામે છેલ્લા ત્રણ વર્ષથી કેસનું મોનીટરિંગ પદ્ધતિસર કરવામાં આવતું હોય વર્ષ ૨૦૧૭-૧૮ માટે નોમિનેશન મોકલવામાં આવ્યું હતું. જે સંદર્ભે કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાનિક ટીમ દ્વારા કચેરીની મુલાકાત લઈને તમામ પાસાઓની ચકાસણી કરી ને ભલામણ કરાઈ હતી જે સંદર્ભે વર્ષ ૨૦૧૭-૧૮નો ‘એવોર્ડ ઓફ એક્સેલન્સ’ એવોર્ડ ગુજરાતને એનાયત થયો છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવ સમાન છે.

Previous articleભારતીય વાયુસેનાનું એએન-૩૨ એયરક્રાફ્ટ અરુણાચલમાં લાપત્તા
Next articleકુખ્યાત ગેંગસ્ટર અતિકને સાબરમતી જેલમાં લવાયો