જયેષ્ઠા માસના શુકલ પક્ષના પખવાડિયાના દિવસોનું પંચાંગ- વિવરણ

984

આજે તા. ૦૪-૦૬-૧૯(સંવત ર૦૭પ શાકે ૧૯૪૧ જૈન સંવત રપ૪પ) ઋતુ ગ્રીષ્મથી પ્રારંભ થતો જયેષ્ઠ માસનો શુકલ પક્ષ તા. ૧૭-૬-૧૯ના રોજ પુર્ણિમાને દિવસે પુર્ણ થશે.

દિન વિશેષતાની દ્રષ્ટિએ જોતા આ પક્ષમાં તા. ૦૪ ગંગા દશહરા- પ્રારંભ – તથા – ચન્દ્રદર્શન તા. પ મુસ્લિમ શવ્વાલ (૧૦) પ્રારંભ તથા રમજાન ઈદ તા. ૦૬ મહારાણા પ્રતાપ- જયંતિ (રાજસ્થાન) તથા ક. ર૦ મિ. ર૯ પછી ગુરૂપુષ્પામૃત સિદ્ધિ યોગ તા. ૦૭ પંચમીનો ક્ષય તા. ૦૮ મહારાણી લક્ષ્મીબાઈ નિર્વાણ દીન (ઝાંસી) તા. ૦૯ ભાનુ- સપ્તમી તા. ૧૧ સ્વામિનારાયણ સંપ્રદાય મુજબ શ્રી હરિ- જયંતિ તા. ૧ર ગંગાદશરહાર સમાપ્તિ તા. ૧૩ નિર્જલા – એકાદશી – ભીમ એકાદશી તા. ૧૪ વટાસાવિત્ર વ્રતનો પ્રારંભ તા. ૧૬ વ્રતની પુનમ – વટપુર્ણિમા તથા તા. ૧૭ના રોજ વટસાવિત્રી વ્રતાના પારણાં છે વિંછુડો તા. ૧૪ (ક.ર૮ મિ. ૦૩) થી તા. ૧૭ (ક.૧૦ મિ. ૪પ) સુધી છે. પંચક આ પક્ષમાં આવતુ નથી.

દિન શુધ્ધિની દ્રષ્ટિએ પ્રયાણ – મુસાફરી – મહત્વની મીટીંગો – ખરીદી – વેચાણ – અગત્યના નિર્ણયો – કોર્ટ કચેરી – દસ્તાવેજી અગર તો તે પ્રકારના અન્ય નાના-મોટા મહત્વના કાર્યો માટે તા. ૦૬- ૧ર – ૧૩ – ૧૪ શુભ – શ્રેષ્ઠ, તા. ૦પ- ૦૯- ૧૦- ૧૧ -૧પ -૧૭ મધ્યમ તથા તા. ૦૪- ૦૭ – ૦૮ – ૧૬ અશુભ દિવસો છે.

હાલ લગ્નસરાની સિઝન પુરબહારમાં શરૂ છે. આ પક્ષમાં ખાસ કરીને તા. ૦૮- ૦૯- ૧૦ – ૧ર – ૧૩ -૧૪ -૧પ- ૧૬ -૧૭ લગ્ન માટે શુભ નક્ષત્રો વાળા દિવસો હોવાથી તેમાં સંખ્યાબંધ લગ્નોનું આયોજન થયું હોવાથી જવલ્લેજ કોઈ વાડી હોલ કે પાર્ટીપ્લોટ ખાલી જોવા મળશે. નિયમ એવો છે કે જે પ્રથમ સંતાન (મતલબ સીમંતનું સંતાન) હોય તેના લગ્ન જયેષ્ઠ માસમાં કરાય નહિં મતલબ જયેષ્ઠ પુત્ર કે જયેષ્ઠ પુત્રી લગ્ન જયેષ્ઠ માસમાં કરાય નહિં આ પક્ષમાં યજ્ઞોપવિત માટે તા. ૦પ-૧ર તા. ૧ર-૧પ કુંભ સ્થાપના માટે, તા. ૧ર- ૧પ -૧૭ વાસ્તુ પુજન માટે તા. ૦૮-૧૦ ખાતમુહુર્ત માટે, તા. ૧ર-૧૪ વાહનની ખરદી માટેત ાઉ ૧ર-૧૩- ૧૪ જન્મના વાળ (બાબરી) ઉતારવા માટે તા. ૦૯ -૧ર -૧૪ તથા ૧૭ સર્વ દેવ પ્રતિષ્ઠા માટે શુભ છે. આ પક્ષમાં તા. ૦૬ જુનના રોજ રાત્રીના ક. ર૦ મિ. ર૯   પછી પ્રારંભ થતો ગુરૂ પુષ્પામૃત સિદ્ધિ યોગ તા. ૦૭ જુનના રોજ સુર્યોજય સુધી ચાલુ રહેશે. આ યોગ (લગ્ન સિવાય) દરેક શુભ કાર્યો માટે ઉત્તમ અને શ્રેષ્ઠ મુહુર્ત છે.  અધ્યાત્મિક રીતે પણ આ (જવલ્લે જ આવતા) યોગનું વીશેષ માહાત્મ્ય હોવાથી ખાસ કરીને પુજા- સેવા – મંત્ર જાપ વાળા ઉપાસના તથા અધ્યાત્મિક સાધના – તથા ધ્યાન વિગેરે પણ સમય દરમ્યાન કરવાનું વિશેષ મહત્વ છે. ગોચરના ગ્રહો વિષે જોઈએ તો આ પક્ષમાં સુર્ય વૃષભ તથા મિથુનમાં, મંગળ – બુધ મિથુનમાં, વક્રી ગુરૂ વૃશ્વિકમાં, શુક્ર વૃષભમાં, વક્રી શનિ તથા કેતુ ધનમાં, તથા રાહુ મિથુન રાશિમાં ભ્રમણ કરે છે. ચન્દ્ર મિથુનથી ધન રાશિ સુધીનું પરિભ્રમણ પુર્ણ કરશે. હર્ષલ મેષમાં, નેપ્ચ્યુન કુંભમાં તથા વક્રી પ્લુટો ધન રાશિમાં ભ્રમણ કરે છે. બુધ-શુક્ર સ્વગૃહી બને છે. આ પક્ષમાં જન્મેલ બાળકો પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવનારા લલિત કળાઓમાં રસ ધરાવનાર, સારી વકતૃત્વ શક્તિ ધરાવનાર, રસિક, તથા વ્યાપાર – ઉદ્યોગમાં પ્રગતિ કરનાર થાય. આ પખવાડિયા દરમ્યાન અર્ધ કાલ સર્વ યોગનો દોષ હોવાથી તેમાં જન્મેલ બાળકો માટે મુખાવલોકન – દાન (છાયાદાન) કરીને અચુક નિવારણ કરવું. ખગોળ રસિકો માટે તા. ૦૪ ચન્દ્ર – બુધની યુતિ તા. ૦પ ચન્દ્ર મંગળ યુતિ તથા તા. ૧૭ ચંન્દ્ર – ગુરૂ યુતિ નિહાળવા લાયક રહેશે.  ગ્રહમાનનો અભ્યાસ કરતાં આ પક્ષનો દિવસો મીન (દ-ચ-ઝ-થ), મિથુન (ક-છ-ધ), કન્યા (પ-ઠ-ણ) તથા વર્શ્વિક (ન-ય) રાશિ ધરાવનાર ભાઈ બહેનો માટે ઉત્તમ – શ્રેષ્ઠ રહેશે. મેષ (અ-લ-ઈ), કર્ક (ડ-હ), તુલા (ર-ત્‌) તથા મકર (ખ-જ) રાશિ માટે સંમિશ્રા ફળદાયક – મધ્યમ પ્રકારના પસાર થાય. જયારે વૃષભ (બ-વ-ઉ), સિંહ (મ-ટ), ધન (ભ-ધ-ઃ) તથા કુંભ રાશિ (ગ-શ-સ) ધરાવનાર વ્યક્તિઓ માટે સામાન્ય્‌ પ્રકારના વીતે. મુંઝવતા પ્રશ્નોના વ્યક્તિગત સમાધાન માટે વાચક મિત્રો મ.નં. ૯૮૯૮૪૦૮૭૧૧ અગર તો ૯૪ર૮૩૯૬૩૩૬ ઉપર સંપર્ક કરી શકશે. ગ્રામજનોત થા ખેડુત મિત્રોના હળ જોડવા તા. ૦૬ -૦૯- ૧ર- ૧૩ – ૧૪ -૧૭, કાપણી, લણણી – નિંદામણ માટે તા. ૦પ- ૦૯- ૧૦- ૧ર- ૧૩ – ૧૪ -૧૭, માલ વેચવા માટે તા. ૦૯- ૧૪ થ્રેસ ઉપનેર દ્વારા ધાન્ય અને ભુસો અલગ કરવા માટે તા. ૦૯ – ૧૭ શુભ છે. બંટી – બાજરી – મકાઈ – કોદરી – ભીંડા – કપાસ તથા ડાંગરના જીરૂની રોપણી કરવા તેમજ રિંગણા – મરચા – તમાકુની વાવણી માટે તા. ૦૬ -૦૯ – ૧૦ – ૧ર – ૧૩ – ૧૪- તથા ૧૭ માટે ખેડુત મિત્રોને સલાહ છે. માલની ખરીદી માટે કે ઘર – ખતેર – ભુમિની લેવડ દેવડ કરવા માટે જયેષ્ઠ શુદીમાં કે વદીમાં સંતોષકારક મુહુર્તો આવતાં નથી.

Previous articleમહિલાને બહેન બનાવી મિઠાઈ ખવડાવી : બંને પક્ષનું સમાધાન 
Next articleહું છબી બની ગયો જગતને ગમી ગયો