ભાવનગર એનએસયુઆઈ દ્વારા સ્ટેટ કારોબારી સરકીટ હાઉસ ખાતે યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓના પડત પ્રશ્નોને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી.
એનએસયુઆઈના પ્રદેશ પ્રભારી લોકેશ યુગજીની ઉપસ્થિતિમાં સરકીટ હાઉસ ખાતે યોજાયેલ સ્ટેટ કારોબારીમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ આગામી દિવસોમાં કઈ પ્રકારે લડત આપવી અને કેવા કાર્યક્રમો યોજવા તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ કારોબારીમાં ઉપપ્રમુખ ગીરીરાજસિંહ વાળા, શહેર પ્રમુખ રાજપાલસિંહ જાડેજા, પુર્વ પ્રમુખ સંદીપસિંહ, સેનેટ સભ્ય મહેબુબભાઈ બલોચ, બ્રિજરાજસિંહ, યશ ધોળકિયા સહિતના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.