ભાવનગરનાં સમાજસેવી નેહલ ગઢવી રાજકોટમાં વક્તવ્ય આપશે

1014

ભાવનગરના જાણીતા સમાજ સેવી કાર્યકર્તા અને ઉદ્દઘોષક નેહલ ગઢવી આગામી શનિવારે રાજકોટમાં સમયના પ્રબંધન વિશે વક્તવ્ય આપનાર છે. અકિલા ઇન્ડીયા ઇવેન્ટસ ગુજરાત્રી અંતર્ગત રાજકોટમાં વિવિધ વક્તાઓના વક્તવ્યોનાં આયોજનો થયા છે. જેમાં આગામી શનિવારે રાત્રે હેમુભાઇ ગઢવી ઓડીટોરીયમ ખાતે લાઇફમંત્ર કાર્યક્રમમાં સમયનું પ્રબંધન વિશે ભાવનગરના જાણિતા સમાજસેવિકાર્યકર્તા અને ઉદ્દઘોષક તેમજ ચર્ચા કાર્યક્રમ સંચાલિત નેહલ ગઢવી વક્તવ્ય આપનાર છે. ઉલ્લેખનીય છે કે શનિવાર તા.૮ના રાત્રે ૮-૩૦ કલાકે લાઇફ મંત્ર કાર્યક્રમમાં જે વક્તવ્યો યોજાયા છે. તેમાં કથાકાર રમેશભાઇ ઓઝા સ્વનું મેનેજમેન્ટ, હાસ્યકાર, કેળવણીકાર, સાંઇરામ દવે, સંબંધોનું મેનેજમેન્ટ એન કાર્યકર્તા વક્તા નેહલબેન ગઢવી સમયનું મેનેજમેન્ટ વિષય પર વક્તવ્ય આપશે.

Previous articleપ્રજ્ઞા અભિગમની અસરકારકતા નિબંધ સાથે પીએચ.ડી. થતા ભાવનગરનાં અરવિંદભાઇ ભૂત
Next articleગારિયાધાર ન.પા. સદસ્ય સહિત ત્રણે બાજપનો ખેસ ધારણ કર્યો