ગારિયાધાર શહેરમાં ચૂંટણી બાદ રાજકિય વાતાવરણ શાંત થશે અને અધિકારી પદાધિકારી પોતપોતાના કામો પર પાછા વળગશે તેવી ધારણાઓ ઉલ્ટી પડી અને આજરોજ ગારીયાધાર ન.પા.ના નગરસેવક ભાવેશભાઇ ગોરસીયા તથા ભંડારીયા ગામમા કોંગી કાર્યકર તેમજ રૂપાવટી ગામના કોંગી કાર્યકર ચંદુભાઇ ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાયાનું ધારાસભ્ય ગારીયાધારનાં અંગત મદદનીશ દ્વારા જાણવા મળેલ.
જ્યારે ગારીયાધાર ન.પા. ના નગરસેવક ભાજપમાં જોડાવાથી ભાજપમાં ખુશહાલી છવાયેલ વળી આ સદસ્ય અગાઉ પણ ભાજપના જ સદસ્ય હતા. અને ન.પા.માં બજેટ બેઠક કોંગ્રેસમાં જોડાઇને ચૂંટણી લડેલ એન જીતેલા હતા વળી ચાલુ ટર્મમાં પણ ૨૮ સીટોમાં ન.પા.માં બંને પક્ષ કોંગ્રેસ-ભાજપના ૧૪-૧૪ સદસ્યો ચૂંટાઇ આવેલ અને ટાઇ થતા ચીઠ્ઠી ઉડાડીને પ્રમુખ ઉપપ્રમુખ જાહેર કરાયા હતા. જ્યારે આ નગરસેવક ભાજપનો ખેસ પહેરતા આગામી દિવસોમાં શું ગતિવિધી થાય તે જોવું રહ્યું. હાલમાં તો ભાજપ આગેવાનો સાંસદ અમરેલી, ધારાસભ્ય ગારિયાધાર તથા કાર્યકરો દ્વારા આ નગરસેવકની ઘરવાપસીને વધાવી લેવામાં આવી છે વળી કોંગ્રેસ પક્ષ બાબતે શું કામગીરી કરે તે આગામી દિવસોમાં જાણવા મળે તેવી શક્યતા છે.