શહેરની જાણીતી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં પટાંગણમાં સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ બાળકો, ટ્રસ્ટીઓ, કર્મચારીઓ તથા રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખાનાં વિશિષ્ટ શિક્ષકોની ખાસ ઉપસ્થિતિમાં ૬૯માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કૃષ્ણા ફાઉન્ડેશનનાં અધ્યક્ષ પીતરામજી શર્માએ ધ્વજારોહણ કરાવ્યું હતુ. જ્યારે મુખ્ય મહેમાન પદે ક્રિષ્ણા ફાઉન્ડેશનનાં સ્થાપક જુગલભાઈ ભાટિયા તથા સતિષભાઈ ગોયલજી, બીપનભાઈ શર્મા અને લાયન મહેશભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાની પ્રવૃત્તિ વિશે માહિતી અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંગે સંસ્થાના સીઈઓ લાભુભાઈ સોનાણીએ પ્રેરક ઉદબોધન કર્યું હતું. જ્યારે મહેમાનોનું સ્વાગત સંસ્થાના માનદ્ મંત્રી મહેશભાઈ સી. પાઠકે કર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ બાળકોએ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને દેશ ભક્તિ ગીતો રજૂ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન નીતાબેન રૈયાએ કર્યું હતું. જ્યારે આભાર વિધિ હસમુખભાઈ ધોરડાએ કરી હતી.