પ્રસ્તુત તસ્વીરમાં કંઇ ખાસ વિષય વસ્તુ દ્દશ્યમાન નથી અને એ જ તો પિડા છે. સમગ્ર વિશ્વ પર્યાવરણના થતા નાશથી ચિંતિત છે. પણ તેનાથી શું ? માત્ર ચિંતા અને ચિંતન થયા કરે છે. ૫ મી જૂનએ વિશ્વ પર્યાવરણ દિવસ છે. આ દિવસે કેટલાક કાર્યક્રમોમાં ભાષણો થશે. વૃક્ષ રોપા વાવવામાં આવશે. પછી ખલ્લાસ ગરમી વધે છે. વધવાની છે. વાતાનુકુલિત વ્યવસ્થા થોડા આરામ આપશે પણ પછી શું ? માનવજાત માટે મોટો ભય ઉભો થઇ રહ્યો છે તેવું આ તસ્વીર સમજાવી રહી છે. સૂર્યાસ્તના સમયે આ સુકાયેલું વૃક્ષ ચિત્કાર કરે છે. કે પછી આ ધગધગતા તાપમાનનો સ્વીકાર ? આપણી વિકાસ તરફની બેફામ દોટ પ્રકૃતિનું નખ્ખોદ કાઢી રહી છે. ચાલો, પર્યાવરણ દિવસમાં ચિંતન અને ચિંતા તો કરી લઇએ..!