બરવાળા ખાતે મોચી સમાજના તેજસ્વી વિધાર્થીઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો

538

બરવાળા મુકામે મોચી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં પ્રવીણભાઈ ગોહેલ, જગદીશભાઈ વાળા, મનીષભાઈ વાળા, બાબુભાઈ ચુડાસમા, ભુપતભાઈ ઝાલા સહીતના મોચી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બરવાળા મુકામે ગોહિલ પરિવારના મઢે લાલાબાપા મોચી સમાજ યુવક મંડળના સહયોગથી મોચી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ તેમજ ભોજન સમારોહ યોજાયો હતો આ પ્રસંગની શરૂઆત ઉપસ્થિત સમાજના આગેવાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ સ્વાગવિધિ,પ્રાર્થના કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો બરવાળા મોચી સમાજના ધોરણ : ૧ થી કોલેજ સુધીની તમામ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો, સ્કુલબેગ,નોટબુકો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.તેમજ મોચી સમાજના અભ્યાસ તમામ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ અને નોટબુક વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે મોચી સમાજના આગેવાનો,ભાઈઓ,બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઇનામ વિતરણ સમારોહની સાથે સાથે મોચી સમાજ પક્ષીઓને રહેવા માટે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું હાલમાં ઉનાળાની કાળજાળ ગરમીમાં પક્ષીઓને ગરમીથી  રક્ષણ મળે તે માટે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા હિમાંશુભાઈ વાળા તેમજ મુકેશભાઈ ગોહિલ સહીતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleચિત્કાર કે સ્વિકાર..?
Next articleગ્રામઉત્થાન કાર્યક્રમ યોજાયો