સિહોરના મુક સેવક નટુભાઇ ત્રિવેદીની પ્રસંશનીય કામગીરી

1837

સિહોર પેટ્રોલપમ્પ પાસે આવેલ બેંક ઓફ બરોડાની બાજુમાં કોઈ અસ્થિર મગજ નો અશક્ત વ્યક્તિ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહયા ના મેસેજ લોકસંસારના પ્રતિનિધિ કૌશિકવ્યાસ ને યુવા યુગ પરિવર્તન ના પ્રેસિડેન્ટ મલયભાઈ રામાનુજ દ્વારા આપવામાં આવેલ ત્યારે કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર સિહોરના અસ્થિર મગજ ના લોકોના હૃદય સમ્રાટ એવા નટુભાઇ ત્રિવેદી ને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો ત્યારે જોવામાં ખુબજ અશક્ત એવા આ વ્યક્તિ પાસે જઇ માહિતી મેળવી હતી પરંતુ આ વ્યક્તિ બોલી શકે તેવી પરિસ્થિતિમાં ન હોય શરીર ખુબજ નબળું હોય ત્યારે નટુભાઈ દ્વારા ૧૦૮ ને જાણ કરું તાત્કાલિક સારવાર માટે મોકલી આપેલ  નટુભાઈ એટલે સિહોર સહિત પંથકના મુકસેવક સિહોર માં વસતા કે આવતા મંદબુદ્ધિ ના મહિલા કે પુરુષ,અશક્ત,નિરાધાર,કે જેનું આ દુનિયામાં કોઈ નથી તેના બેલી નટુભાઈ આવા પાગલ લોકો ને નવરાવવા,સ્વચ્છતા કપડાં પહેરાવી,બાલ દાઢી કરી સુંદર ભોજન જમાડી ફરી પાછા યોગ્ય સ્થાને મૂકી આવેછે ત્યારે મહિલા પાગલ વ્યક્તિઓ ની આવી સેવા તેમના પત્ની કરેછે આમ બન્ને વ્યક્તિઓએ પોતાનું જીવન આવા લોકોને સમર્પિત કરયું છે.

Previous articleગારિયાધાર દલિત સમાજે ઇફતાર પાર્ટી આપી
Next articleરાજુલાનાં પત્રકાર ઇરફાન ગોરીનાં પુત્રોએ રોઝા કર્યા