૧૯માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણી યુનિ. કોર્ટ હોલમાં કરાઈ

984
bvn2812018-19.jpg

જિલ્લા વહિવ્ટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણી યુનિવર્સિટી કોર્ટ હોલ ખાતે  કરાઈ હતી. આ પ્રસંગે સીટી મામલતદાર કચેરીના શ્રેષ્ઠ નાયબ  મામલતદાર વિશાલ સાચપરા પંડયા, પાલિતાણાના નાયબ મામલતદાર આર.બી. મોરી, ઘોઘાના નાયબ મામલતદાર પી.કે.પારેખ સહિતના શ્રેષ્ઠ ચૂંટણી કર્મીઓને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠકકર સહિતના અધીકારીઓએ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતાં. તેમજ ત્રણ શ્રેષ્ઠ બી.એલ.ઓ. ત્રણ શ્રેષ્ઠ નોડલ ઓફિસર, તાલુકા ત્રણ શ્રેષ્ઠ નોડલ ઓફિસરનું તથા પોસ્ટ મેસ્કોટ,  કાર્ટુન ઈન્ફોગ્રાફી, નાટકની સ્ક્રીપ્ટ, કવીઝ, વકત્રુત્વ સહિતની સ્પર્ધાઓના ત્રણ ત્રણ વિજેતાઓનું, ત્રણ શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડરનું પ્રાંત અધિકારી દિગંત કે. બ્રહ્મભટ્ટ  તથા સીટી મામલતદાર વિજયાબેન પરમાર તથા નાયબ મ્યુ. કમિ. ગોવાણીએ પ્રમાણપત્ર આપી સન્માન કર્યુ હતું. મહાનુભાવો દ્વારા વરિષ્ઠ મતદારોનું શાલ ઓઢાડી, યુવા મતદારોને એપિક કાર્ડ અર્પણ કરી સન્માન કરાયું હતું. 
આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠકકરે જણાવ્યું હતું કે એકસેસીબલ ઈલેકશન થીમ સાથે ચાલુ વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે વિશ્વના લોકો ભારતીય લોકશાહીની મુકતકંઠે પ્રશંસા કરી રહ્યા છે તે આપણા માટે ગૌરવની વાત છે.
પ્રાંત અધિકારી દિગંત કે.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં રપ જાન્યુ. ર૦૧૧થી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવાનું શરૂ કરાયું છે. છેલ્લા ૮ વર્ષથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે. તે થકી લોકશાહને વધુ મજબુત કરવાનો હેતુ રહ્યો છે. આ કાર્યક્રમમાં યુનિ.ના વાઈસ ચાન્સેલર શૈલેશ ઝાલા, જીલ્લા શિક્ષણાધિકારી એ.બી.પ્રજાપતિ, ગ્રામ્ય મામલતદાર કે.એમ. સંપટ, નાયબ મામલતદાર, ઝાલા, બી.એલ.ઓ. શાળા કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. 

Previous articleઅંધઉદ્યોગ શાળા ખાતે ૬૯માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી
Next articleકલાપથ સંસ્થાને છત્તીસગઢમાં બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ મળ્યો