રાણપુર પંથકમાં પોલીસની દારૂની રેડ માત્ર ૧૨ લીટર દેશી દારૂ ઝડપાયો

660

રાણપુર પંથકમાં બોટાદ જિલ્લાની પોલીસે એક સાથે જુદી જુદી જગ્યાએ દરોડા પાડતા અધધ….૧૨ લીટર દારૂ ઝડપી પાડવામાં સફળતા મળી હતી જયારે પોલીસે ૩ વિરુધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જયારે પોલીસને દારૂની સરપ્રાઈઝ રેડમાં દારૂ ન મળતા રોકડ રકમ જપ્ત કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.

બોટાદ જિલ્લાના રાણપુર મુકામે તા.૦૩-૦૬-૨૦૧૯ ના રોજ સવારથી જ જુદી જુદી જગ્યાએ દારૂની વેચાણની પ્રવૃતી નસ્તે નાબુદ કરવા બોટાદ જીલ્લા પોલીસવડા હર્ષદ મહેતા, એચ.આર.ગૌસ્વામી(પી.આઈ.,એલ.સી.બી.) સહિતના બોટાદ જિલ્લાના પોલીસ અધિકારીઓ સહીત પોલીસ કર્મીની ફોજ ઉતારી દેવામાં આવી હતી અને રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સધન ચેકિંગ કામગીરી કરી૧૨ લીટર દારૂ ઝડપી પાડી સંતોષ માન્યો હતો પોલીસ દ્વારા રાણપુર મુકામે જુદી જુદી જગ્યાએ દરોડા પાડતા દેવુબેન બુધાભાઈ બારૈયા, ફિરોજ ઉર્ફે ટીકડી લતીફભાઇ વડીયા, ઇલ્યાસ ઉર્ફે ઈલ્યો લતીફભાઇ વડીયા તમામ રહે રાણપુરના રહેણાકી મકાનમાંથી ત્રણેયનો મળી કુલ ૧૨ લીટર દારૂ કબજે કરી સંતોષ માન્યો હતો જે બનાવ અંગે રાણપુર પોલીસ મથકમાં ત્રણેય વિરુધ્ધ ગુનાઓ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી દેવુબેન બુધાભાઇના રહેણાંક મકાનની ઝડતી તપાસ દરમ્યાન આરોપીના રહેણાંક મકાનેથી જુદાજુદા દરની ચલણી નોટો કિ.રૂ. ૬,૨૯,૫૭૦/- (છ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો સિત્તેર) મળી આવ્યા હતા જે અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા પોલીસે રોકડ રકમને સી.આર.પી.સી. ક. ૧૦૨ મુજબ શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી મજકુર સ્ત્રી ઇસમને સી.આર.પી.સી. ક. ૪૧(૧) ડી મુજબ ધોરણસર અટક કરવામાં આવેલ અને આ શક પડતી મિલ્કત અંગે રાણપુર પી.એસ.આઇ. આગળની કાર્યવાહી ચલાવી રહ્યા છે.

Previous articleહિંદ યુવા સંગઠન દ્વારા રેલી-આવેદન
Next articleમાર્ગી સાધુ સમાજ ચોપડા વિતરણ