સમસ્ત હિન્દુ સમાજ માટે ગાય પૂજનીય છે ત્યારે અમુક ચોક્કસ લોકો દ્વારા ગાયોને કતલખાને લઇ જઇ વધ કરવામાં આવે છે. હાલમાં જ શહેરના વડવા વિસ્તારમાંથી ૧૪૦૦ કિલો ગૌમાસ ઝડપાયું હતું. ગુજરાતમાં ગૌ હત્યા પર પ્રતિબંધ હોવા છતાં કતલખાને ગાયો તથા ગૌવંશને ધકેલવામાં આવે છે. જેના વિરોધમાં હિંદુ યુવા સંગઠન દ્વારા રેલી કાઢીને ગૌ હત્યા બંધ કરાવવાની માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું.